##@.."અમૃતા ઇમરોઝ"
સત્ય ના પ્રયોગો ની ,
સાથે સાથે હાલ ની પેઢી ને રસ પડે એવું અન્ય એક પુસ્તક વાંચવા નો પણ સમય અને લ્હાવો મળ્યો..
હિન્દી તથા અંગ્રેજી સાહિત્ય ના જાણીતા ડૉ. ઉમા ત્રિલોક દ્વારા લખાયેલ અને શ્રી. ભદ્રાયુ વછરાજાની દ્વારા ગુજરાતી માં ભાષાંતરીત કરાયેલ સત્ય ઘટના પર આધારિત પુસ્તક " અમૃતા ઇમરોઝ".. .
પ્રેમ ની પરિભાષા ને ખરા અર્થ માં સાર્થક કરતી સાહિર, અમૃતા અને ઇમરોઝ ની પ્રેમ કહાનીની વાત...
કોઈ પણ અપેક્ષા વિના આખી જિંદગી જેને પામવાની આરઝુ રાખી એ અમૃતા ના એક તરફી પ્રેમ માં રહી એને એના અંતિમ શ્વાસ સુધી સાથ આપનાર ઇમરોઝ ના ત્યાગની સામે...
આજના દંભી આધુનિક સમાજ દ્વારા "લીવ ઇન રિલેશન" ના નામે જીવાતા સંબંધો કેટલા છીછરા પુરવાર થાય છે..
એજ આ કહાની નું એક જમા પાસું છે .
હિન્દી સાહિત્ય ના પ્રખર કવિયત્રી સ્વ. અમૃતા પ્રીતમ ની જીવન કહાની પર નું આ પુસ્તક કઈક અંશે પ્રણય ત્રિકોણ ની સાથે સાથે સાચા પ્રેમની વ્યાખ્યા સમજાવી જાય છે .
એક તરફ જીવન ભર, સાહિર નો પ્રેમ મેળવવા માંગતી અમૃતા,
અને, આ આખિય વાત ની જાણ હોવા છતાં, ફક્ત
અમૃતા પ્રત્યેની આરઝુ ને કારણે પોતાના સંબંધ ને કોઈ નામ આપ્યા વિના છેલ્લા વર્ષો સુધી અમૃતા ની સાથે રહી જિંદગી કાઢી નાખતા ઇમરોઝ ની પ્રેમ કહાની સમગ્ર પ્રેમ તત્વ ને એક અનોખી ઊંચાઈ એ લઇ જાય તેવી છે..
કોઈ પણ નામ વિના જીવાતા કેટલાક સંબંધો ની ગરિમા પણ કેવી ઉચ્ચ દરજ્જા ની હોઈ શકે તેની સાર રૂપ કહાની એટલે..."અમૃતા ઇમરોઝ".....
પુસ્તક માં એક જગ્યા એ , સ્ત્રી અને પુરુષ વચ્ચે વિકટ થતા જતા સંબંધો ના સવાલ ના સંદર્ભ માં જવાબ રૂપે ઇમરોઝ કહે છે. કે,
"પુરુષ માત્ર સ્ત્રી સાથે સુવાનું જ શીખી શક્યો છે એની સાથે જાગવાનું નહિ."
વિવાદિત દામ્પત્ય જીવન માં પતિ અને પત્ની વચ્ચે ના જટિલ સંબંધો નું સાચું આકલન આનાથી વધારે શું હોઇ શકે..!!!
"કઈક મેળવી લેવું એ પ્રેમ નથી પરંતુ સમર્પિત થઈ ને ત્યાગી દેવું એ સાચો પ્રેમ છે" .
એ વાત ને અક્ષર: યથાર્થ ઠેરવતી આ પ્રેમ કહાની ને એક વાર વાંચવા જેવી ખરી.
નરેશ ગજ્જર