04-12-2019 દુધ માં સાકર
અમદાવાદ ના એક એએમટીએસ ના બસ સ્ટેશન પર રાતે ૧૧ વાગે નોકરી થી છુટી રાજ ઉભો હતો અને બસ ની વેઇટ કરી રહ્યો હતો ત્યાં જ પાછળ ફાટેલી ગોદડી પર એક ગરીબ કાકા બેઠા હતા.
રાજ - (તેમની_સામે_જોઇ_હસી_ને) કેમ છો કાકા આજે જાગો છો હજુ ?
ગરીબ કાકા - આય એમ ફાઇન થેન્કયુ, વોટ અબાઉટ યુ ? તમે ઘરે જતા લાગો છો.
રાજ - હા. ઓફિસ થી છુટ્યા હવે. તમને ઉંઘ નથી આવતી કે શુ આજે ? તબિયત તો બરોબર છે ને ?
ગરીબ કાકા - હા સાહેબ, અાય એમ ઓલરાઇટ. આતો અાજે અગિયારસ કરી હતી પણ જમવા મા કઇ ફરાળ નુ ખાસ મળ્યુ નહી તો વેફર થી એકટાંણુ તોડ્યુ. થોડો ટાઇમ લાગશે પણ આવી જશે ઉંઘ.
રાજ - (હસતા_હસતા) શુ કાકા તમે પણ. માંડ બે વાર જમવાનુ મળતુ હશે એમા પણ ઉપવાસ રાખો છો. ગજબ છો યાર.
ગરીબ કાકા - એતો જેવી જેની શ્રધ્ધા.
રાજ - ઓહહહ. તો ઉપવાસ તમારા ફળતા કેમ નથી ?
ગરીબ કાકા - આમ તો ભીખ માંગી ને પેટ ભરુ છુ પણ ક્યારેક કર્મ કરવા કઇક તો કરવુ પડે ને. મનગમતુ મેળવવા માટે જ ઉપવાસ નથી થતાં કયારેક કર્મ ના ઉદ્દેશ્ય થી પણ ઉપવાસ થતા હોય છે.
રાજ - મતલબ ભગવાન મા શ્રધ્ધા છે. આસ્તીક લાગો છો.
ગરીબ કાકા - હા ડેફીનેટલી, એતો રાખવી જ પડે. મંદીર ના પગથિયા પર ભીખ માંગવા બેસતા પેહલા ભગવાન ને કહુ કે તારા શરણે છુ ભુખ્યો ના સુવાડતો. અને તે પેટ ભરાય એટલુ અપાવી જ દે છે.
રાજ - લગભગ રોજ જોતો હોવ છુ તમને અહીં. એકલા જ છો ?
ગરીબ કાકા - હા બેટા, ભુકંપમાં કુટુંબ અને એક પગ ગુમાવ્યા બાદ ૧૦ વર્ષ થી અહી જ છુ.
રાજ - એજ્યુકેટેડ લાગો છો. ઈંગલીશ સારુ બોલી લો છો.
ગરીબ કાકા - આમ તો ૧૨ પાસ છુ તો ઇંગલીશ ફાવે મને.
રાજ - કઇ લાવી આપુ જમવા માં ? એક કામ કરો આજે ઉપવાસ રેહવા જ દો અને જમી લો. ભુખ્યા છો આજે તમેે. તમે મારા બાપ ની ઉંમર ના હશો એટલે કહુ છુ.
ગરીબ કાકા - તારી લાગણી ને દિલ થી આવકારુ છુ પણ ઉંઘ ના આવે એટલે કે ભોજન જોઇ ને ઉપવાસ તોડી નાંખુ એટલી સસ્તી શ્રધ્ધા પણ નથી મારા માં.
રાજ - તો પણ...શાંતી થી સુઇ શકશો રાતે એટલે કહુ છુ.
ગરીબ કાકા - ના બેટા. જુવો તમારી બસ આવે છે. ચલો આવજો, શુભ રાત્રી.
(લગભગ_એકાદ_કલાક_પછી)
રાજ - કાકા_ઓ_કાકા_સુઇ_ગયા_કે_શુ ?
ગરીબ કાકા - કોણ?
રાજ - લો આ થોડુ જમી ને સુઇ જાઓ. તમે જમવા ની ના પાડી તો દુધ અને કેળા લઇ આવ્યો છુ. આમ તો મારુ કોઇ જ નથી દુનિયા માં પણ બેટા કીધુ તો સારૂ લાગ્યુ એટલે દુધ-કેળા અાપવા આવ્યો મિત્ર સાથે. મોડુ થઇ ગયુ છે તો પણ ખાઇ લેજો. નિંદર આવી જશે તમને.
(બીજે_દિવસે_સવારે)
રાજ - કાકા_ઓ_કાકા_રાતે_ઉંઘ_આવી_ગઇ_હતી_ને ?
ગરીબ કાકા - તે_પેટ_ભરી_ને_જમાડ્યો_તો_ઉંઘ_તોઆવે જ_ને_બેટા.
રાજ - એક_સલાહ_માનશો_મારી ?
ગરીબ કાકા - હા_બોલો_ને_બેટા.
રાજ - બે_રુમ _રસોડા_વાળા_ઘર_મા_સાવ_એકલો_ભુત જેવો_રહુ_છુ. અને_ખાલી_રાત્રે_ખાવા_અને_સુવા_આવુ એમ_જ_સમજો. તમને_એક_આશરો_મળી_રહે_અને મને_એક_વડીલ_ની_હુંફ_મળી_રહે_એ_માટે_કહુ_છુ_શુ તમે_મારા_ઘરે_રેહવા_આવશો ? બંને_ભરપેટ_જમી શકીયે_એટલુ_તો_કમાય_જ_લઉ_છુ હુ. અને હા_ભાડુ_નઇ_માંગુ ખાલી_બેટા_કહી_ને_બોલાવશો એ_જ_બહુ_છે.
ગરીબ કાકા - (હસતા હસતા)હા ચોક્કસ_આવીશ. તો_શુ_હવે_મારા_ઉપવાસ_ફળી_ગયા_એમ_સમજુ_ને_રાજ ?
( એક_અહેવાલ_મુજબ_ભારત માં કુલ_ગરીબો_ની_સંખ્યા_અંદાજિત 4,15,000 ની_અાસપાસ_છે_જ્યારે_પોતાનુ_ઘર ધરાવતા_લોકો_અંદાજિત 9,90,00,000 છે)
(શુ_દુધ_માં_સાકર_ભળવા_વાળી_વાર્તા_તમે_પણ_સાંભળી_હતી ?)