મહિલા દિવસ પર પોસ્ટ ના ઢગલે ઢગલા ખડકી દેનાર ફેસબુકના પ્રજાજનો આજે પુરુષ દિવસ પર કેમ ચૂપ છે?

એક મિનિટ અમારા દિવસે સૌથી વધારે પોસ્ટ મૂકનારા પુરુષો જ હોય છે, એમની વૉલ ઉપર, અમારી પોસ્ટ ઉપર, ઈનબોક્સમાં અને બીજા બધા માધ્યમોનો ભરપુર ઉપયોગ કરીને... અમને વિશ કરનારા એ હંધાય પુરુષો આજે ચૂપ કેમ છે? કે પછી અમારી પાસેથી આશા રાખી રહ્યા છે કે અમે એમને વિશ કરીએ..?

ઠીક છે આજે તમારો દિવસ તો ઈચ્છા પણ તમારી જ માન્ય રાખવામાં આવશે... બાકીનો હિસાબ વરસના બીજા બધા દિવસોએ સરભર કરી લેશું...!?

દુનિયાના તમામ પપ્પા, દાદા, કાકા, મામા, ફુઆ, માસા, બનેવી, ભાઈ, દોસ્ત અને પતિશ્રીને અમ સ્ત્રીઓ તરફથી Happy Men's Day ?

મજાક મજાકના ઠેકાણે છે, હકીકતે પુરુષ ઘરની એ મજબૂત દીવાલ છે જેને ભરોશે આખું ઘર ટકી રહે છે! બહારની દુનિયામાં સફળતા મેળવીને ઘરે આવતી સ્ત્રીની દરેક જીત પાછળ કોઈ ને કોઈ પુરુષનો સપોર્ટ હોય જ છે...હા દરેક વખતે એ કોઈ એક જ સ્વરૂપે ના હોય ક્યારેક પિતા, ભાઈ તો ક્યારેક દોસ્ત રૂપે પણ હોય શકે, નસીબદાર હો તો પતિ પણ સપોર્ટિવ હોય શકે છે! એકવાર વિચાર અવશ્ય કરવા જેવો, આજે તમે જીવનમાં જે પણ સ્થાન પ્રાપ્ત કર્યું એની પાછળ કેટલા પુરુષોનું પિંઠબળ જવાબદાર છે?

તો મારી વ્હાલી બહેનો આજે એક પોસ્ટ થઈ જ જાય... તમારા જીવનમાં આવેલા તમારા આદર્શ પુરુષોને નામ...??

#niyatiKapadia

Gujarati Blog by Niyati Kapadia : 111291481
Medhavi Bhatt 4 year ago

હું જે કાંઈ છું એ મારા ડેડાને કારણે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now