ધરીલે ધ્યાન તો ઠાકરને આવું પડે.
સામેથી હાથ પકડી ઉગારી લેવું પડે.
જાત ઉપર વિશ્વાસ રાખી ચાલવું પડે.
તેનામાં તરબતર થઈ દુનિયા છોડવી પડે.
દિલ જીતવા સાચુ કસોટીપત્ર લખવું પડે.
ભૂખ્યા તરસ્યા રાત ઉજાગરા કરવા પડે.
ખોટું પુષ્પો નહીં સાચું ગુલાબ આપવા.
લાગે કંટક તો લોહી જાણ થવું પડે.
ખોટા ખેલ નહીં સાચી અગ્નિ પરીક્ષા આપો તો.
અઝીઝને પણ ધ્રુવ તારો બનાવો પડે... !!!?.
ભાટી એન અઝીઝ
14/11/2019