શું લખું શું લખું ની થાય રોજ ગડમથલ વિચારો અે કાપી આજે લાંબી દડમજલ ! વિચારો નુ ખાતર નાખી રાહ જુવે વિચારો વિચારો અે આજ હંફાવ્યા છે વિચારો ! કંઇક નાનકડો પણ ઉગશે જરૂર વિચાર કૂંપળ ની માફક ફૂટશે કુમળો એક વિચાર ! વિચારો ના વસવાટ થી શબ્દો ઉગશે અપાર ને પછી કાગળ પર ઉતરશે ગઝલ બની ને વિચાર !