"કેળવણી"
"ગીતા" કેળવણી એ કેવળ વણી લેવાની પ્રક્રિયા છે.
જીવનમાં તડકો-છાયો ,
અંધકાર-પ્રકાશ ,
દિવસ-રાત ,
સુખ-દુઃખ ,
આવે અને જાય , તેના તાણાવાણામાં ,
જીવન ને ગૂથવાની લલિત કલા છે.
જીવનમાં ફૂલો-કાટા ,
મધુરા-ખાટા ,
અનુભવ મેળવવા ની પાઠશાળા છે.
જીવનમાં ઊચા-નીચા ,
ખાડા-ટેકરા ,
કપરા-સહેલા ,
ચઢાણ ચઢવાની સીડી છે.
જીવનમાં ઊન્ડા -છીછરા ,
સરલ - ગહન ,
પાણી માં તરવાની નૈયા છે.
જીવનમાં ડગલે ને પગલે ,
ભૂલ-ચૂક ,
શ્રદ્ધા ને વિશ્વાસ ,
પ્રયત્ન ને પુરુષાર્થ ,
ભાગ્ય -સદ્ભાગ્ય ,
આશા -નિરાશા ,
જય - પરાજય ,
ને તપાસવાની પ્રયોગશાળા છે.
જીવનમાં મેઘધનુષ્ય રંગો ભરવાની ,
સપ્તરંગી તસવીર છે.
જીવનમાં કર્મ-ધર્મ ,
પાપ -પુણ્ય ,
ની સ્નેહ -સરિતા વહાવનારી , પાવનકારી ,
ગ્યાન ની ગંગા છે