મિત્રો આજે આ ગઝલ સોશ્યલ મિડિયાનાં ( વોટ્સએપ, ફેસબુક વગેરે ) ગૃપ ને સમર્પિત છે. આપ આ ગઝલ આપના કોઈ પણ ફેસબુક વોટ્સએપ ગૃપમાં મોકલી શકો..ગઝલ નીચેનું નામ ન કપાય એ ધ્યાન રાખશો ? ???
*?? આપણું ગૃપ ?*
દોસ્તીની ખાટીમીઠી વાત છે આ ગૃપમાં
લાગણી છે પ્રેમ છે જઝબાત છે આ ગૃપમાં
મોસમો છલકાય છે ને ઋતુઓ મલકાય છે
સૂર્ય,ચંદ્ર, ઊગતું પ્રભાત છે આ ગૃપમાં
કોઈ મૂકે સુવિચારો કોઈ મૂકે શાયરી
થોડી હળવી રમુજની સોગાત છે આ ગૃપમાં
સફર ને પ્રવાસની સુંદર તસવીરો જોવા મળે
સંસ્મરણને સ્મૃતિની બિછાત છે આ ગૃપમાં
ક્યાંય કોઈને ન લાગે સાવ સુનું એકલું
દોસ્તોની રોજ મુલાકાત છે આ ગૃપમાં
નામ બીજું રાખ્યું છે મેં "મેઘધનુષ" ગૃપનું
સાત રંગોની અવનવી ભાત છે આ ગૃપમાં
સુધીર દત્તા