Gujarati Quote in Poem by Kavita Gandhi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

- કાયમી નથી / લક્ષ્મી ડોબરિયા

હૈયે ને હોઠે રાવ છે એ કાયમી નથી,
સંજોગવશ સ્વભાવ છે એ કાયમી નથી.

સોળે કળા એ છે છતાં ચિંતા ન એની કર,
આ ભાવ ને અભાવ છે એ કાયમી નથી.

ડાળીને ફાલવાનું તો કારણ મળી ગયું,કે,
પાનખરનો દાવ છે એ કાયમી નથી.

ખીલે-ખરે સમયના તકાજા ના કારણે,
આ મોસમી તનાવ છે એ કાયમી નથી.

હળવાશને મેં નોતરી એવું કહીને કે,
પીડાની આવ-જાવ છે એ કાયમી નથી.

Gujarati Poem by Kavita Gandhi : 111285597
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now