આપ સાંભળો તો એ કહેશે
થોડું થોડું કહેવા દો
અવળે વહેણે નાવ ચઢી છે
થોડું થોડું વહેવા દો
કેમ કરો છો આડું-અવડું?
મન જેવું છે તેવું રહેવા દો
જીવન છે ભઈ સુખ દુઃખ હોય
થોડું માણો થોડું સહેવા દો
આવન -જાવન ચાલશે શ્વાસ ની
આપ સોહમ ને સ્થીર રહેવા દો
દેહ મુકીને ના ભાગો લે તે
દેવ છે એટલું તો કહેવા દો!
ઝલક