એ રીતે સહેજ ભીનો રંગ ખૂબ મોંઘો પડ્યો,
ગરીબ પિતાને પીળો રંગ ખૂબ મોંઘો પડ્યો.
હતું એ પીંજરે તો પાંખો પણ હતી સાબૂત,
વિહંગને આ નીલો રંગ ખૂબ મોંઘો પડ્યો.
કસોટી જ્યાં થઈ, ફસકી પડ્યા ઘણા રસ્તે,
બે બગડ્યા એમાં બીજો રંગ ખૂબ મોંઘો પડ્યો.
સફેદ ભૂલ્યાં ને ભૂરા અશોકચક્રને પણ,
બસ એક ભગવો-લીલો રંગ ખૂબ મોંઘો પડ્યો.
શું લઈને આવ્યા હતા ને જવાના શું લઈને?
ફકીરીનો ઉછીનો રંગ ખૂબ મોંઘો પડ્યો.
- મંગલપંથી