સોળ શણગાર સજ્યા સાયબા તારા પગરવની છે આસ
હવે ચાકરીએ જવું નહીં ભલે આરોગવા પડે રોટલો છાશ
સાજન ન જોઇએ મારે સોના મહોર તું રહે મારી સાથ એ આસ
નજર ભરી તને નીરખવાની હજુ પણ છે મારી અધૂરી આસ
જો તું હોય આસપાસ તો કમનિય કાયાની મારી એમ બુજે પ્યાસ
તારી જ ચાકરી એ હું રહુ દિવસ રાત એ જ છે હવે આસ
તારા હુંફાળા હેતે ભીંજાઇ ફેફસામાં ભરવો મારે હુંફાળો શ્વાસ
ઉચ્છશ્વાસે ઉહકારાનો ઉન્માદ ભરી લેવાની મારી છે અધૂરી આસ
સાયબા તને વિનવે વિજોગણ બસ તારા મિલન કેરી આસ
ઢાળી રાખ્યા ઢોલિયા પલંગ હવે છે તારા જ આગમનની આસ...
KIRIT TRIVEDI
સ્મિત...સુરત...???