શું થયું આપણે, ભલે નથી બંધાયા કોઈ તાંતણે.
ક્રિષ્ણ રાધાનાં નામ તોય લખાયા કદંબને પાંદડે.
મિલન અને વિરહ વચમાં કંઇ ઝાઝું ચિંતન નથી
એક મળી ગયુ, બીજુ ચડ્યું છે જીવનનાં ચાકડે.
ના હૈયા એક થયા, તો ક્યાં જુદા એ થઇ શક્યા,
નસેનસનાં તાર ગુંથી એકલતા યાદોને સાંકડે.
વિસ્તરી જાય જાત,મળે જો વહાલ ભરી એ આંખ,
ભવોભવના નાતા ફરી, જોડાજોડ થવાને બાખડે
આવશે ક્ષિતિજે એવી કોઈ વેળા,મળીશું આપણે
હાલ ખીલ્યાં સૂરજમુખી,સુરજ આથમી ગયો તાકડે.
રેખા પટેલ ( વિનોદીની)