વાદળ પાસે વલોપાત કરે છે પાગલ...
યાદો સાથે કેમ કરે છે તું રમત ....
વાદળ વરસી કરે છે હાકલ...
એય તું હવે તો જાતને સાંભળ...
બિંદુઓમાં જોડી લાગણી સાચવે છે એ ઝાકળ...
સળવળતી યાદો માં મોસમ આપે છે થોડી ટાઢક...
સાંજે છેક આવે છે ઘેર કાગળ...
ઠીક છું વાંચી થાય છે મનને રાહત...
મોંઘા પડ્યા સંબંધો આ બજાર માં જ્યારે હું લાગણી ખરીદનાર બન્યો માણસ....
સંસાર નો નિયમ છે ધંધા માં તો છે ફક્ત આવક જાવક....
એય માનવ , તું જાત ને સાંભળ...
*કૈરવ*