07-11-2019
ઘણા વર્ષો પછી પડેલા અાવા અતિશય વરસાદ ના કારણે પોતાની ઝુંપડી પુર મા ડુબાડી બેસનાર મજુર ને એક પત્રકારે સવાલ પુછ્યો કે તમારુ લગભગ 5-10 વર્ષ મા કમાયેલુ બધુ જ પાણી મા વહી ગયુ. સરકાર તરફ થી સહાય મળશે કે કેમ એ ખબર નથી પણ તમારુ શુ પ્લાનિંગ છે હવે કે તમે અહી જ નિવાસ કરશો કે બીજે ક્યાંય સ્થળાંતર કરશો ?
એ ચિંતાતુર મજુરે હસતા હસતા જવાબ આપ્યો કે "પ્લાનિંગ તો ખાલી પૈસાવાળા કરે ગરીબો તો ભગવાન તરફ થી લેવાતી કસોટીઓ જ અાપે"
( સરકાર તરફથી થોડુ વળતર મળી રહે એ હેતુ થી જગત ના તાત ની જગતના નાથ ને વિનંતિ )