“વર્તમાનને પળમાં સ્વીકાર્યા “
લાગે છે તમે કોઈ વ્યક્તિમાં ઊંડા નથી ઉતર્યા,
તેથી બહારના પ્રતિભાવને જ મનમાં ચીતર્યા.
લાગે છે મારા વ્યક્તિત્વમાં ભાન તમે ભૂલ્યા,
તેથી અંદરના પ્રતિબિંબને નજીકથી જાણ્યા.
લાગે છે મારી વક્રોક્તિમાં ભૂલા તમે પડ્યા,
તેથી જ અજાણતામાં અમને તમે ભૂસ્યા.
લાગે છે અંતરપટના દ્વારા ધીમેથી તમે ખોલ્યા,
તેથી જ તેના તાળા હળવેથી અમે ઉધાડ્યા.
લાગે છે અંધારી ઓરડીમાં તમે પ્રગટ્યા,
તેથી જ ચંટ્રની શીતળતામા ઉમટયા.
લાગે છે તમારા પોતાનામાં જ તમે રમ્યા,
તેથી બીજાને તમારા ખોળામાં હસાવ્યા.
લાગે છે ભૂતકાળને તમે હળવેથી વલોવ્યા,
તેથી જ તમે વર્તમાનને પળમાં સ્વીકાર્યા.
~ક્રિષ્ના જિકાદરા