તારી આ આંખોને સ્થિર ના રાખ,
એમા મને એક દુનિયા દેખાય છે.
એક નિર્મળ ઝરણું ને સ્વચ્છ નદી દેખાય છે.
નદી કિનારે પ્રેમનાં રંગોથી રંગેલી એક ઝૂંપડી દેખાય છે.
તારી એ આંખોમાં એક લકીર દેખાય છે.
જેમા મારી તસ્વીર દેખાય છે.
આ મદભર્યા નયનોમા એક બિંદુ દેખાય છે.
પૄથ્વી પર જાણે મને ઈન્દુ દેખાય છે
હા તારી આ આંખોને સ્થિર ના રાખ,
એમાં મને એક દુનિયા દેખાય છે
હા મને દેખાય છે
♡ તમન્ના ♡