જુના પ્રેમ પત્રો મળવાની ઘટના બની,
એની વાતોમાં ફરી પડવાની ઘટના બની.
અક્ષરો છે હજુયે એના ગુલાબી ગુલાબી,
જુદાઇના એ દિવસો ગણવાની ઘટના બની.
અમે હજુયે એજ રસ્તા પર ઉભા છીએ,
ને પાછા ખાલી હાથે વળવાની ઘટના બની.
જો કલમ અને કાગળ ભીંજાઇ રહ્યા છે,
એની યાદોમાં ફરી રડવાની ઘટના બની.
વિચારે વિચારે તમારો વિચાર ક્લારૂપ,
મારા વિચાર મને નડવાની ઘટના બની.
ક્લારૂપ