08-10-2019 દશેરા
"રાવણ કહે રામને, હે પ્રભુ આજે હુ ફરી પાછો વિંધાયો
શુ હુ પુછુ તમારા ભક્ત ને ? કે ફરી થી હુ કેમ હણાયો ?
નારી પર કુદ્રષ્ટી એની પણ છે અને
એ પણ છે અભિમાન થી છલકાયો.
ભકત નથી એ મુજ સમો તો પછી કેમ છે અહંકાર થી ધરાયો.
જ્ઞાન નથી મુજ સમુ તો પણ છે એ "હું" થી ભરાયો.
હે માનવ પુછ તારા રામ ને એને પણ મે હંફાયો
જ્ઞાની તો હુ એવો હતો કે છુ ત્રિદેવ થી પુજાયો
જાણે છે તુ મુજ ને તો પણ કેમ છે અહંકાર થી ધરાયો
તુ નથી મારા જેવો પરાક્રમી તો પણ કેમ છે અભિમાન થી છલકાયો "
દશેરા ધર્મ નો અધર્મ પર નહી, દેવ નો દાનવ પર નહી, પણ સત્ય નો અસત્ય કે અભિમાન પર વિજય. અહંકાર નુ એક નાનુ બીજ ત્રિકાળજ્ઞાની ને વિનાશ તરફ લઈ જઇ અને મોક્ષ પણ અપાવી શકે એનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે દશેરા.
રાવણ એક બ્રાહ્મણ અને કદાચ સૌથી મોટો શિવભક્ત જેનુ અાજે દહન કરવા મા અાવશે કે કદાચ થયી ગયુ હશે. દર વર્ષ ફ્કત દુર્ગુણ જોઇ ને કરવા મા આવતુ ગામ ના ચોરા પર દહન જે હવે એક પ્રથા બની ગયી છે. ફક્ત એક અવગુણ "અહંકાર" જેનાથી એના કુળ નો નાશ થયી ગયો. અામ વર્ષોવર્ષ રાવણ ના પુતડા નુ દહન તો થતુ રેહશે પણ જે અવગુણોરુપી રાવણ આપણી અંદર જીવી રહયો છે એનુ શુ ? એનુ દહન ક્યારે કરશો ?
ઉઠો જાગો અને શોધો અભિમાન કે અહંકાર ના એ બીજ ને જે આપણા અંદર સંતાયેલુ છે. આંગળી ના વેઢા પણ ઓછા પડશે એટલા તો હશે જ અવગુણો કે નથી આપણે રાવણ જેવા જ્ઞાની કે પરાક્રમી કે સ્વયં જગત નો નાથ મોક્ષ આપવા અાવે.
રાવણ ને એક અવગુણ ના બદલા માં વિનાશ થકી મોક્ષ મળી ગયો પણ આપણ ને હજાર અવગુણો ના બદલા મા પણ જો મોક્ષ મળે તો સમજજો મોક્ષ બહુ સસ્તા મા મળ્યો.