રાસ રમવું હતુ મારે
અને રાધા પણ હતી મારી
પણ રાધાનો કાન્હો
હું રહ્યો ના હતો
પાસ લઈ લીધા હતા
અને દાંડ્યા પણ લઈ લીધા હતા
પણ લાગતુ હતુ એવુ કે
રાધા ખોવાઈ હતી
ગરબા રમવાને રમઝટ મા ગયો હતો
સાથે રમવાને ગોપીઓ બેઠી હતી
વિચાર એવો હતો કે
ગોપીઓ સંગ રમી રાધાનું દિલ બાળીસ
પણ રાધા ને સંગ કોઈક બીજાને જોઈ
બળી ને રાખ હું થયો હતો
રમવાનું મન રહ્યું ના હતુ
ગોપીઓ સંગ રમવું ના હતુ
ઘરે મારે જવુ ના હતુ
બસ રાધા ને આમ જોવું હતું
ચેહરા પર એને સ્મિત હતું
આંખો માં મારે પાણી હતુ
માં નો ગરબો બધાં સાંભળતા હતા
પણ માંને યાદ હું કરતો હતો
રાધાથી દૂર કાન્હો ગયો હતો
એ વાત દ્વાપર યુગમાં થઈ હતી
આજે કળયુગ માં રાધાને કાન્હો મળ્યો છે
પણ એક કાન્હો તૂટીને બેઠો છે