યાદ આવે સહજતાથી,યાદ કરવાનું તને,
ને પછી એ યાદમાં સૌ, યાદ આવીને મળે,
યાદ છે કે, યાદ તારી, એટલી પોકળ નથી,
કે યાદ આવી ને પછી એ યાદ પાછું ના રહે
એટલું કહેવાનું છે તું યાદ આવે છે ઘણી,
યાદ કરવાનું ભવિષ્ય જાણવા મન તરફડે
યાદ પાસે યાચના છે, રોજ એ મળતી રહે,
આખરી ટાણે ય તારી યાદ અમને સાંપડે
- જયદીપ ઝવેરી