ભીંત
ભીંત મારી મિત્ર બની
કેવી અજુગતી છે કહાની
એકલતાએ તે બોલી રહે છાની,
સાંભળી મનની વાત નાની
જાણે *ભીંત* ની કોરી બાની..!
સફેદ ચૂનો લગાવી તેની
પરિભાષા સ્તબ્ધ શાની
સ્પર્શથી હુ પામી બેચેની
કહેવું કેટલું હશે બેજુબાની
સમજાય પીડા એકલતાની..!
*ભીંત* કહે રહે છાની...!
ડૂસકું હોઠોમાં દાબવાની
કોશિશે મન થરથર કંપનની
અનુભૂતિ એ રહ્યું કરી મનમાની
ચારે *ભીંત* વચ્ચે ચુપકી શાની...?
વાત કરી *ભીંત* સાથે મસ્તાની
હૈયાની હળવાશ થઈ દિવાની
હસી રહી મારી આંખોની
પલકોમાં વાત બે બિંદૂની સરવાની
શીશ ટેકવી મિત્રતા કરી*ભીંત*ની..!
જયશ્રી.પટેલ
૧૮/૯/૧૯