પ્રેમની સંગત
તારી પાસે "તું" નથી અને મારી પાસે "હું" નથી,
છે મમત જેના પ્રતિ, એની જ સંગત નથી.
શબ્દ તું, મર્મ તું, ભાવ ને સ્વભાવ પણ તું,
શેષ તું, વિશેષ તું, અન્ય કોઈ અંગત નથી.
રૂપ તું, સ્વરૂપ તું, મારાં મનને અનુરૂપ તું,
તને ટક્કર આપે, એવી કોઈ રંગત નથી.
તૃષા તું, તૃપ્તિ તું, પ્રાપ્તિ ને મુક્તિ પણ તું,
ભક્તિના માર્ગ જેવી અન્ય કોઈ પંગત નથી.
@ મેહૂલ ઓઝા