હા એકલો જ ચાલું છું હું,
મારો રાહી હું અને હમસફર પણ હું,
ના કોઈની રાહ, ના ફરિયાદ,
મજાનો મારગ છે ને મસ્તીની સફર છે,
નથી કોઈનો ડર જોડે ચાલવાનો
કારણ કેડી બહુ સાંકડી છે ને
એક લાઈનમાં ચાલવાનું છે,
તોય કોઈને બહુ ઉતાવળ હોય
તો બેસી જાઉં છું હું નીચે ને
પછી એ ટપીને આગળ વધી જાય છે,
ને ફરી શરૂ કરું છું મારી સફર,
આવી છે મસ્ત મજાની આ મારી સફર..