#કવિતા #પક્ષીપ્રેમ #પક્ષી #માળો #કલરવ
પક્ષીપ્રેમ દર્શાવતી એક કવિતા.
જયારે હું પક્ષીઓ નો કલરવ જોવ છું તયારે....
ત્યારે મન માં એક ઈર્ષા પેદા થાય છે.
કેવી સુંદર મજાની જિંદગી એની !
બસ રોજે મોજે મોજ ફરવાની
ઝંઝટ ના નોકરી કે કમાવાની.
બે ઘડી મૌન....
ત્યાંતો મન માં થાય છે એક ભય
કેવી સંકટ ભરેલી જિંદગી એને ?!
ક્યાં ખબર કયારે કપાઈ જાશે પતંગે
તો કયારે છીનવાઈ જસે માળા ઝાડવે.
બે ઘડી મૌન....
પછી લીધો મન માં એક નિશ્ચય
જાળવી રાખવો છે આ કલરવ !
વાવીશ નવા ઝાડવા ઘર ફરતે
લટકાવીશ પક્ષી ઘર આંગણે.