એક દિવસ ગામડું ગોતવા જવું પડશે
લાગણીની લાપસી શોધવા જવું પડશે
પ્રસંગો હવે જ્યાં ખાલી નામના રહ્યા છે
ત્યારે હવે સાગાઓ શોધવા જવું પડશે
સેલ્ફ સર્વિસ અને બૂફે ના છે હવે જમણ
ત્યારે હવે પીરહણીયા શોધવા જવું પડશે
ખાડકલા ઘર ઉપર ઘરના થઈ રહ્યા છે
ત્યારે હોવે ઘર માટીના શોધવા જવું પડશે
જીતેન ગઢવી