અતિશ્રદ્ધા" છે "અવળચંડી,"
"વેવલાપણાંનાં વાવેતર" કરે.
યુરોપે અટપટાં "યંત્રો" શોધી ફીટ
કર્યાં "ફૅક્ટરીમાં;"
આપણે "સિદ્ધિયંત્રો" બનાવી,
ફીટ કર્યાં "ફોટામાં."
પશ્ચિમે "ઉપગ્રહ" બનાવી,
ગોઠવી દીધા "અંતરિક્ષમાં;"
આપણે "ગ્રહોના નંગ" બનાવી,
મઢી દીધા "અંગુઠીમાં."
જાપાન "વિજાણુ યંત્રો" થકી,
સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે "વૈભવલક્ષ્મીનાં વ્રતો" કરી,
ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા "વૈજ્ઞાનિક અભિગમથી"
બળવાન બન્યો વિશ્વમાં;
આપણે "ધાર્મિક કર્મકાંડો થકી,"
કંગાળ બન્યા દેશમાં.
પશ્ચિમે "પરિશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું"
આ લોકમાં;
આપણે "પુજાપાઠ–ભક્તિ કરી,"
સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, "શીતળા"
નાબુદ કર્યા જગમાં;
આપણે "શીતળાનાં મંદિર બાંધી,"
મુર્ખ ઠર્યા આખા જગમાં.
"પર્યાવરણ–પ્રદુષણથી" જયારે
જગત આખું છે "ચિંતામાં;"
આપણે "વૃક્ષો જંગલો કાપી,"
લાકડાં ખડક્યાં "ચીતામાં.."
"વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ,"
લોકોને પીડે આ દેશમાં;
"ફાલતુશાસ્ત્ર" છે એ,છેતરાશો નહીં,
"ઠગનારા ઘણા" છે આ દેશમાં.
સાયંટિફિકલિ "બ્લડ" ચૅક કરી,
ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,
સંતાનોને ફસાવી "જન્મકુંડળીમાં,"
"લગ્નકુંડાળાં" થાય આ દેશમાં.
"લસણ–ડુંગળી–બટાકા" ખાવાથી
પાપ લાગે આ દેશમાં,
"આખી ને આખી બેન્ક" ખાવા છતાં
"પાપ ન" લાગે આ દેશમાં.