એમ થાય મને પણ આપી હોત જો કુદરત એ પાંખો,ઊંચકી લેત હું પણ ઝીંદગીનો ભાર આખે - આખો,
પરિવાર ની જવાબદારી ને જીવનસાથી ની એ પ્રેમ ભરી વાતો, સાવ અજાણ્યા હતા એવા મિત્રો સાથે કેવો બંધાઈ ગયો જન્મો - જન્મ નો નાતો.
વિતાવી છે આંશુઓ સાથે ના જાણે કેટ-કેટલીયે રાતો, તોય ના જાણે કેમ દિલ નો ભાર હળવો ન થાતો, મતલબી આ દુનિયામાં ક્યાંય ન મળતો સંબંધ પાકો,
એમ થાય મને પણ આપી હોત જો કુદરત એ પાંખો, ઉચકી લેત હું પણ ઝીંદગી નો ભાર આખે - આખો...