#કેન્સર
સાહેબ રાહુલને કઈ થશે તો નહીં ને?એમને કહી પણ નોહતું.હજી કાલે સાંજે તો ઓફીસ પરથી આવીને મારી સાથે વાત કરી રહ્યા હતા.આ બંને બાળકો સાથે રમી રહયા હતા.અચાનક રાત્રે બે વાગે તેમને કઈક થઈ ગયું.
તમે થોડીવાર અહીં બેસો હું તપાસ કરી તમને જણાવું છું.રાહુલને હું કઈ પણ નહીં થવા દવ,ઈશ્વર પર તમે ભરોસો રાખો.
હા,સાહેબ..!!!!
થોડીજવારમાં ડોક્ટર સાહેબ બહાર આવિયા.હિના દોડતી દોડતી ડોકટર સાહેબ પાસે આવી સાહેબ શું થયું રાહુલને?તમે તપાસ કરી કે કેમ?હવે એમને કેમ છે?
તમે રાહુલના પત્ની જ ને?
હા,સાહેબ..!!એ મારા પતિ રાહુલ પટેલ અને હું તેમની પત્ની હિના પટેલ જે પણ હોઈ તે તમે મને કહી શકો છો.
રાહુલને દરરોજ તમાકુ ખાવાની આદતથી કેન્સર થયું છે.તેમનું ઓપરેશન કરવું પડશે.અને હા,ઓપરેશન પછી પણ તે એક મહિનાથી બે મહિના સુધી જીવી શકે છે.તેનાથી વધારે નહીં જીવી શકે.
સર પણ એમનો તો કહી નોહતું અને એ તો દિવસમાં બે અથવા તો ત્રણ જ તમાકુના માવા ખાતા હતા.
હીનાબેન તમાકુ ખાવાથી કેન્સર થાય.તમે એક ખાવ કે બે એની સામે શરીર ન જોવે.ગમે ત્યારે થઈ શકે.
સર ઓપરેશનનો ખર્સ કેટલો થશે?પાંચથી છ લાખ રૂપિયા થઇ શકે છે.
સર અત્યારે તો અમારી પાસે પાંચથી છ લાખ રૂપિયા નથી.અને તમે એમ કહો છો કે તે બે મહિના સુધી જ જીવી શકે છે.મારી પાસે મારા ઘરેણાં છે,બે થી ત્રણ લાખ રૂપિયા હું તમને આપી શકું.સર તેનાથી વધુ હું એક પણ રૂપિયો નહીં આપી શકું.હું રાહુલને એ બે મહિના ખૂબ પ્રેમ કરવા માગું છું.સાહેબ હું રાહુલને એકવાર મળી શકું.
હા, કેમ નહીં?હિના દોડતી દોડતી રાહુલ પાસે ગઈ.
રાહુલને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી,હીનાએ રાહુલને કેન્સરની બધી જ વાત કરી.
હિના હું તને ખૂબ પ્રેમ કરું છું,હું આજ પણ તારી સાથે રહીને તને ખૂબ પ્રેમ અને વાહલ કરવા માગું છું.આજ મેં મારા જ પગ પર તમાકુ ખાયને કુહાડી મારી છે.
તું મારી એક વાત માનીશ.તારી પાસે જે પણ
ઘરેણાં છે,તે બધા જ ઘરેણાં આપીને મને તું બે મહિના જ જીવતો કરી શકીશ,પણ એ ઘરેણાં આપી તું આપડા આ બંને બાળકોને ભણાવીશ તો તેનું જીવન સુધરી જશે.માટે તું મારી પાછળ નહિ પણ આપણા આ બંને બાળકો પાછળ એ પૈસા ખર્સ કરજે.
હિના રાહુલને ભેટી પડી.હિનાને ખબર નોહતી પડતી કે તે શું નિર્ણય લે પણ તે દવાખાનાના એક ખૂણામાં બેસી રડી રહી હતી.તે અચાનક ઉભી થઈને ડોકટર પાસે ગઇ.સાહેબ હું રાહુલનું ઓપરેશન કરાવા નથી
માંગતી.
નો પ્રોબલ્મ,તમેં જે નિર્ણય લીધો એ યોગ્ય છે.હું પણ તમને એ જ કેહવા માંગતો હતો.થોડા જ દિવસોમાં રાહુલની કેન્સરના કારણે મૃત્યુ થયું.એ પછી ક્યારેય હીનાએ તેના બાળકોના જીવનમાં તમાકુને સ્પર્શ કરવા ન દીધો.
તમે એમ કહેતા હો કે બે તમાકુના માવાથી કઈનો થાય
તો સાંભળી લેજો રાહુલ પછી તમારો જ વારો આવી શકે છે.તમારી પત્ની વિધવા થઈ શકે છે.તમારા બાળકો એક પિતા વગરના થઈ શકે છે.
કોઈ કહે તમને કે આ પાણી ખૂબ ઊંડું છે,તમને તરતા પણ નથી આવડતું તો પણ તમે એ પાણીમાં ધુબકો મારો તો તમારું મૃત્યુ નિશ્ચિત છે.
તેમ તમાકુની કંપની ઉપર લખે કે આ ખાવાથી કેન્સર થાય છે,એ જોઈને પણ તમેં હોંશે હોંશે ખાતા હોઈ તો
તમારું મૃત્યુ નિશ્ચિત છે.
લી.કલ્પેશ દિયોરા®️™️