કાળમીંઢ પત્થરા કેરા ભીતર નો ભીંજાણા,
મૂશળધાર માથે બારેય મેહુલા મંડાણા.
સંતના સમાગમથી જરા નવ સમજ્યા,
માયા મમતામાં જેના મનડાં મૂંઝાણા.
કાળી ઉન કેરાં કાપડ કોઇ રંગરેજથી,
લાખ ઉપાયે બીજા રંગે નો રંગાણા.
ફુલડાંની સેજે એને નીંદરાયું નાવે,
મછિયાંની ગંધે એના તનડાં ટેવાણાં.
પિંગલ કહે છે પ્યાલા દૂધ ભરી પાયું,
વિષધરનાં વર્તન જરિયે નવ બદલાણા.
?કવિઃ પિંગળશીભાઇ ગઢવી.