અંજવાળું હવે ગમતું નથી,
અંધારાની આદત થઇ ગઈ છે.
લોકો સાથે ગપ્પા મારવા ગમતા નથી,
એકલતા ની આદત થઇ ગઇ છે.
બોલવાનું ગમતું નથી,
મૌન રેવાની આદત થઇ ગઈ છે.
મનની વાતો કેવી ગમતી નથી,
દિલમાં રાખવાની આદત થઇ ગઇ છે.
થોડાક વર્ષો મા બધું જ બદલાય ગયું,
હું પણ અને મારી આદતો પર.