જીંદગી
શું છે આ જીંદગી!
મન થી માનો તો વસંત
અને ના માનો તો પાનખર છે આ જીંદગી!
કોઈ ના માટે ધૂપ,
તો કોઈ ના માટે છાવ છે આ જીંદગી
મન થી માનો તો.........
સંબંધો ની આંટીઘૂટી નું આ એક સરસ મજાનું જાળુ છે આ જીંદગી
એકબીજા ને ગમતા રહીયે તો સ્વર્ગ છે આ જીંદગી
મન થી માનો તો. .......
શું કામ વ્યાકુળ થાય છે ઓ નાદાન દિલ!
તને જે મળ્યુ તે તારુ હતુ
જે ના મળ્યુ તેનો ગમ નહિ પણ ઉત્સવ મનાવ એ દિલ
મન થી માનો તો વસંત
અને ના માનો તો પાનખર છે આ જીંદગી
સુપ્રભાત
હેમાંગી