Gujarati Quote in Motivational by Rinku Panchal

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બહારવટીયા ભીમા જતની ખાનદાની.. :-
લેખક - હિરેન્દ્રસિંહ ભાવુભા વાઘેલા (ગોધાવી)

સન 1850ની સાલ ગોંડળના ભા કુંભાજી સામે બહારવટીયુ ખેલનાર ભીમા જતની વાત છે. ભીમો ઍક ઍવુ પાત્ર કે ખાનદાની અને મર્યાદા પર ઓળઘોળ થઈ જવાનુ મન થાય. ભીમો કદી કોઈના કાન નાક નહતો કાપતો. કોઈનુ અપહરણ નહતો કરતો. કે કદી જાનના વેલડા નહતો લુંટતો. ઍક મુસ્લિમ જત ભીમો ઈબાદત અને અલ્લાહના નીયમો પાળી બહારવટીયુ ખેલતો.

ભીમાના ઍક પ્રસંગનુ વર્ણન છે કે જ્યારે ભીમાની ઓરત પર ભા કુંભાજીના મકરાણી સૈનિકો દ્વારા જીવલેણ હુમલો થયો પછી ભીમાઍ ઉપલેટામાં ત્રણ દિવસ પહેલા ચિટ્ઠી લખી કહેવરાવ્યુ કે ત્રણ દી પછી ભીમો ઉપલેટામાં ધરબરાટી બોલાવશે થઈ જજો સાબદા.... અને ભીમાઍ કીધા પ્રમાણે ઉપલેટુ માથે લીધુ. પચાસ અસવારોની કતલ કરી લુંટ ચલાવી. ઍક ઘરમાં પગ મુકતા જ આંગણમાં તુલસી ક્યારો અને ગાય જોયા. જોતાની સાથે જ ભીમા જતે સાથીઑ ને કીધુ ''ખબરદાર આ ઘરનુ નળીયુ પણ ના અડતા બ્રાહ્મણનુ ઘર છે અલ્લાહ માફ નહી કરે ભલે તેના ઘરમાં પટારા ભર્યા પણ બ્રાહ્મણને લૂંટે ઈ ભીમો નહી. આગળ જતા વાણીયાનુ ઘર આવ્યુ ભીમો બોલ્યો ' ઍલાવ પગરખા બહાર ઉતારજો વાણિયો તો ઉંચુ વરણ તેનુ રસોડુના અભડાવાય. આવી ખાનદાની ઍક બહારવટીયાની. ભીમો કદી બેન દીકરીના માથેથી ઘરેણા નહતો ઉતારતો. બસ વેરી હતો તો વ્યાજખોર વેપારીઓનો, વ્યાજના ચોપડા લઈ હોળી કરી ઉત્સવ માનવતો. પાનેલીના બ્રાહ્મણની દીકરીનુ કન્યાદાન કરવા વાળો આ ભીમો જત.

બાર બાર વરસના બહારવટા પછી જ્યારે ભીમો ગોળીથી વીંધાયો ત્યારે ગોંડળની સેના ભીમાનુ માથુ ભાલે પરોવી લઈ જતી હતી ત્યારે ધ્રાફાના રાજપુતોઍ સેના અટકાવી કિધુ હતુ કે મરદનુ માથુ તમને આમ નહી લઇ જવા દઈઍ. અને સેના માથુ લીધા વગર રવાના થઈ. આજ ભીમા ની કબર બબિયારાના ભાગ ભેરવા ડુંગરની આથમણી ભીંતે, સાલરડાના ઝાડ નીચે આજ પણ મોજૂદ છે.

ભીમાનુ મોત પણ કરુણ થયુ કારણ ઈશ્વર કોઈને છોડતો નથી પણ તેનુ ઈમાન તેનો ધર્મ ઇતીહાસમાં નામ અમર કરી ગયા. ઝીણી ઝીણી બાબતોની ધ્યાનમાં રાખતો કે ખોટુ ન થવુ જોઈઍ. આજ કાલના ધર્મના નામે આતંક મચાવનાર આંતકીઓ ધર્મની વ્યાખ્યા ભુલ્યા. ધર્મપુસ્તક, ઇન્સાન કે ધર્મના નિયમ નથી બદલાયા ઍજ છે બસ ધર્મના ખભે બંદુક ચલાવતા માણસ શીખ્યો છે.



લેખક - હિરેન્દ્રસિંહ ભાવુભા વાઘેલા (ગોધાવી)

Gujarati Motivational by Rinku Panchal : 111224013
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now