ખુદને ખુદાથી છલોછલ ભરું છું,!
આંખમાં મસ્તીને લગોલગ ભરું છું.!!
દિલમાં ખુશી ને વ્યથા પણ રહે છે,!
સ્મરણ ને હૈયામાં પળેપળ ભરું છું.!!
બોલતા માણસથી રહું, ન હું છેટો,!
કાનમાં શબ્દોને અડોઅડ ભરું છું.!!
પ્રેમમાં સંશયને રાખું દૂર તોયે,!
નફરતની કસ્તીને તડોતડ ભરું છું.!!
મરણની રસમો ને કહી રાખ્યું છે,!
ઝેરના ઘૂંટડા હળાહળ ભરું છું.!!
© ભરત વાઘેલા