# ગઝલ...
કોઈ અણધારી ઘટે ઘટના, પછી તુ સાંભરે.
ચોતરફ વ્યાપી વળે અફવા, પછી તુ સાંભરે.
સાંભળે છે તુ, છતા હુ સાદ ક્યા પાડુ તને !
મૌન જો પડઘાય, તો પડઘા પછી તુ સાંભરે.
હુ કિડીની જેમ ડૂબુ છુ, સમયના વ્હેણમા,
જો કબૂતર ફેકે નૈ તરણા, પછી તુ સાંભરે.
ઊંઘમા સુગંધ ને વરસાદ તો વર્તાય નૈ,
સ્વપ્ન આવે પ્હેરીને તડકા, પછી તુ સાંભરે.
ક્રોસ ઉપર હાથ, ઉપર મુક ખીલ્લા, ઠોક તુ,
છેક છાતીમા પડે થડકા, પછી તુ સાંભરે.
સ્હેજ તિખારા થકી 'જ્હાનુ' ગઝલ અઘરી બને,
યાદમા 'દર્પણ' ભળે ભડકા, પછી તુ સાંભરે.
- દિપક મહિડા 'દર્પણ'