આજ જૂની ડાયરી ખોલતાં પાનાઓ વચ્ચે
મારી સાથે જ મારી મુલાકાત થઈ ગઈ.
વહેતી હતી કેવી અસ્ખલિત મનમોજી જીંદગી !!
દુનિયાદારી વચ્ચે એકદમ સ્થગિત થઈ ગઈ.
ગૂંજતો હતો પંખીઓનો કલરવ જ્યાં ક્યારેક
ગાડીઓના હોર્નના કોલાહલ વચ્ચે ભ્રમિત થઈ ગઈ.
આકાશ,સાગર,નદી,પહાડ વચ્ચે જીવાતી હતી જીંદગી
મોબાઈલ ફોન વચ્ચે જ એ સીમિત થઈ ગઈ.
આજ છે હવે જીંદગીનું સત્ય, એ માનવું રહ્યું
યંત્ર બની જઈએ એ પહેલા એને માણી લઈએ.