Gujarati Quote in Thought by Harshad Patel Pij

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક દિવસની આ વાત છે..
કોઇ એક રેલ્વે સ્ટેશનની બહાર એક છોકરો આવતી જતી કોઇ એક ટ્રેન નીચે આવી જવાથી તેના શરીરના બે ટુકડા થઇ ગયા હતા..
હવે છોકરો કેવી રીતે ટ્રેન નીચે આવી ગયો હતો તે ખબર નથી..
કદાચ ચાલું ટ્રેને જડતા કે ઉતરતા પડી ગયો કે ટ્રેનમાં કોઇનો ધક્કો વાગ્યો કે પછી તેને જાતે ટ્રેક ઉપર પડીને આપઘાત કર્યો..!
સવાલો અહી ઘણા બધા ઉપસ્થીત થાય છે...પણ તેનો કોઇ સાચો જવાબ નથી
તેને કપાઇ ને ટ્રેન તુરંત આગળ ચાલી જાયછે..
પરંતુ કપાયેલા છોકરામાં હજી પણ થોડોક જીવ બાકી રહેછે..
તે જાતે જ તેનું અડધું કપાયેલ શરીર આમતેમ હલન ચલન કર્યા કરેછે..
નીચે કપાયેલા તેના બંન્ને પગમાં કોઇ જીવ રહેતો હોતો નથી..માટે તે તેની જગ્યાએ એકદમ સ્થિર હોયછે...
આ જોઇને ત્યા ઘણું માનવ ટોળું એકઠું થઇ જાયછે..
આ ટોળામાં આવેલ ઘણા લોકોનો જીવ આ જોઇને ટાડવે ચોંટી જાય છે..
ઘણા લોકોના મોઢેથી એવા ઉદગાર નીકળે છે કે..
અરે રે રે ભગવાન..બિચારા આ છોકરાને આ શું થઇ ગયું!
અરે, હજી તો આ છોકરો જીવે છે..જલ્દી કોઇ હોસ્પીટલે પહોચાડો...
આવુ બોલતા આ લોકોની આ દુનિયામાં જરુર છે..કારણકે આવા લોકો જ એકબીજાને સાચી મદદ કરી શકે તેમ હોયછે..તેમના દિલમાં રહેલી એક પોતાની માનવતા બીજા ઉપર બતાવે છે..
જયારે ત્યા આવેલ બીજા ઘણા લોકો તો પોતાના ખીસ્સામાંથી પેલો ટચ સ્ક્રીન મોબાઈલ કાઢીને તુરંત વીડીઓ ઉતારવા લાગી પડેછે...
વાહ..વાહ આજે તો સરસ શોટ મળ્યો છે ને..પછી તો તે પેલાનો આખો વિડીઓ તેના નજીકના દોસ્તોને મોકલી આપેછે..અથવા તો તેના દોસ્તોના ગ્રુપમાં સેન્ડ કરી દે છે...
દરેક જગ્યાએ આપણે ત્યા બસ આવું જ થાયછે..મદદ કરવાની તો એક બાજું પણ પોતાની એક ખુશી માટે આવા વીડીઓ ઉતારનારા ઘણાજ આવા ટોળામાં ઉભા હોયછે..
કપાયેલો માણસ હોય કે કોઇ એકસીડન્ટમાં ઘાયલ યાત્રી હોય..પરંતું આપણે તેને કોઇ મદદ કરવાને બદલે વીડીઓ ઉતારવા લાગી જઇએ છીએ..
આજે ઇન્ટરનેટના માધ્યમથી કોઇપણ ફોટો કે વીડીઓ ઘડીના છઠ્ઠા ભાગમાં દેશના ખૂણે અથવા દેશની બહાર આરામથી આપણે પહોંચાડી શકીએ છીએ..
અમુક વાર તો ઘાયલ માણસ પોતાનો જીવ એના શરીરમાંથી છોડી ના દે ત્યાં સુધી આપણે વીડીઓ ઉતારવાનું બસ ચાલું રાખીએ છીએ..!
ખરેખર આપણી આ માણસાઈ તો નથી..કિન્તુ આપણે આવા સમયે આવું એક હલકટ કામ કરી રહ્યા છીએ તે આપણે સમજવું જોઇએ..
કોઇપણ માણસનો જીવ બચાવવો એ દરેક માણસની ફરજ ને કર્મ હોયછે તે કયારેય ના ભૂલવું જોઈએ...
આજે આપણી સામે કોઇ બીજુ છે..તો એક દિવસ આપણે પણ કયારેક લોકો સામે આમ હોઇશું ત્યારે કોઇ આપણો જ વીડીઓ ઉતારતું હશે..
સમય દરેકનો આવેછે..
કોઇનો વહેલો તો કોઇનો માંડો..પણ આવેછે જરુર..
કોઇ સિંહ તેની આખી જીંદગી લોકોનો(બીજા પ્રાણીઓનો) શિકાર કરીને ખાતો હોયછે ત્યારે તેને બીજાની વેદનાની ખબર હોતી નથી પણ જયારે બીજા લોકો(પ્રાણીઓ) તેનો શિકાર કરેછે ત્યારે તેને ભાન થાયછે કે પોતાના શરીરમાં દર્દ કેવું થાયછે..
માટે જ આપણે કોઇની તકલીફમાં કેવી રીતે કામ આવી શકીએ તેવું વિચારીને કોઇ સારુ કાર્ય આપણે કરવું જોઈએ..

Gujarati Thought by Harshad Patel Pij : 111184839
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now