અંજલી, આજ પછી ક્યારેય તારું કાળમુખું મોં ના બતાવજે, તે ભાગીને લગન કરી મારુ નામ બોળ્યું....હવે મારી દરેક મિલકતનો વારસદાર શ્રવણ જ છે..!" ભાનુપ્રસાદે ભૂતકાળમાં બોલેલા આ શબ્દો હજુ તેમના કાળજે ખૂચ્યા કરે છે. વારસદાર શ્રવણે બધી મિલકત પોતાના નામે કરવી ઘરડા ભાનુપ્રસાદને વૃદ્ધાશ્રમમાં ધકેલ્યા પછીથી દીકરી અંજલીએ જ તેમને પોતાના ઘરે સાચવ્યા. "પપ્પા, તમારી સુગર વગરની ચ્હા તૈયાર છે..!" અંજલીના હાથે ચ્હાનો કપ લઇ વ્હાલથી ભાનુપ્રસાદે તેના માથે હાથ ફેરવ્યો..! આજે તેમને સમજાયું કે તેમનો સાચો વારસદાર કોણ છે..!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)