"જુઓને આટલી નાની ઉંમરમાં જ આવું..."
"ભાઈ, જિંદગીનો કોઈ ભરોસો નથી..."
"શું લઇ જવાના...બધુંયે અહીં જ પડ્યું રહેશે.."
આસપાસના વેપારી મિત્રોની આવી વાતો સાંભળતા વેપારી મિત્રની સ્મશાનયાત્રામાં આવેલા શેઠ ત્રિભોવનદાસે પણ વિચાર્યું,'ખરેખર, ભગવાનને ત્યાં તો માત્ર સારા કર્મો જ....શું પૈસાની હાયહાય કરવી...!' સ્મશાનભૂમિથી બહાર નીકળતા જ સામે મળેલા કાનજીને બૂમ પાડી ખખડાવ્યો,"જો બે દા'ડામાં જ તારા બાકી નીકળતાં ત્રીસ હજાર અને વ્યાજના પચાસ હજાર ના મળ્યાં તો તારી જમીન ગઇ સમજજે..!" સ્મશાન વૈરાગ્ય ઊડી ગયું..!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)