"અરે વાહ...આ પેલા ઝાડ તો જુઓ...જાણે જાતે ચાલતા આગળ વધતા હોય તેવું લાગે છે....અને પેલાં વાદળાં તો કેવા અલગ આકારના દેખાય...અને ત્યાં પેલો ગરમાળો અને ગુલમહોર કાંઈ ફાલ્યા છે ને...અરે પેલા ગલૂડિયા કેવાં કૂદાકૂદ કરે છે....મારી સાથે જ જાણે આકાશમાં ઊડતી સમડી પણ પ્રવાસ કરે છે...કેટલાં બધાં રંગ અને કેટલું બધું છે આ દુનિયામાં...!" ટ્રેઇનમાં મુસાફરી કરતાં યુવાનના આવા શબ્દો તરફ સાથે બેઠેલા બધા પેસેન્જર્સ અચરજથી જુએ છે. યુવાનની હથેલીને પોતાની હથેળીથી હૂંફ આપતી તેની મા જ જાણે છે કે બધાં ડૉક્ટર્સે પણ હાથ આશા છોડી દીધી છે અને તેના દીકરાનો કેન્સરનો આ છેલ્લો સ્ટેજ....બહાર હાસ્ય ફરકાવી તે મનોમન રડી જાય છે...!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)
!