એક મુસ્લીમ કુટુમ્બ તેમને બે છોકરા હતા પરંતું અલ્લાએ તેમને ઘરમાં કોઇ દિકરી આપી ના હતી ખાધે પીધે સુખી કુટુંબ હતું ઘરમાં કોઇ જ કમી ના હતી પણ એક દિવસ એક હિન્દુ કુટુમ્બના પરિવારની સાત વર્ષની છોકરીને તેમને દત્તક લીધી તે છોકરીને એક પોતાની દિકરીની જેમ તેનો ઉછેર કર્યો બે ભાઇઓને તેમને એક નાની બહેન મળી ગઇ નામ તેનુ હતું ગીતા.. આમ દિવસો વીતતા ગયા ને ગીતા ઘરમાં મોટી થવા લાગી અચાનક એક દિવસ તેની ઉંમર પરણવા લાયકની થઇ ગઇ છોકરો જોવાની તૈયારીઓ શરુ કરી દીધી એક હિન્દુ છોકરો પણ તેને લાયક મળી ગયો લગ્નની તારીખ નકકી થઇ ને ધામધુમથી એક હિન્દુ રીતરીવાજ પ્રમાણે જ તેના લગ્ન લેવાયા તે મુસ્લીમ પરિવારે દરેક ચીજો યાદ કરી કરીને પોતાની જ દિકરી છે તે પ્રમાણે કોઇ કસર વગર આંખો મીચીને કરિયાવરમાં આપી ને દિકરી ગીતાને તેના સાસરે વિદાય કરી...જતા જતા તેના મુસ્લિમ પિતાએ કહ્યુ બેટા ગીતા તું ભલે તારા સાસરે જાય પણ આ તારું જ ઘર સદાય ને માટે ને તારા માટે ખુલ્લુ જ રહેશે કે જેમ પહેલા હતું...
ગીતાની વિદાય વખતે મુસ્લીમ પરિવાર પોકે પોકે રડયું બે ભાઇના આંખના આંસુ પણ સુકાતા ના હતા ને નાની બહેન ગીતાને ભારે હૈયે તેઓએ વિદાય આપી.
આ છે એક અલગ અલગ કોમનો અનોખો પ્રેમભાવ પણ આપણને તે ઘણું બધું સમજાવીને, શિખવાડીને જાયછે. કોમ ભલે અલગ છે તો શું થઇ ગયું પણ સૈ એક માણસો જ તો છીએ.
કાશ આવો પ્રેમ ભાવ લાગણી સદાને માટે દરેક કોમમાં રહેતી હોય તો ના ઝગડા ના કંકાસનો ઉદભવ થાય. આ એક કોમી એકતાના સાચા દર્શનનું સાચું ઉદાહરણ છે. બસ આપને સૈએ સમજવાની જ થોડીક જરુર છે.