નિરાશ થઈ ગયોછું હું આ જીવનથી, કેમ જીવવું તેજ સમજ નથી પડતી! ચોફેરે છે બધા મારા દુશ્મનો, સાથ કંઇ આપતા નથી મને થોડીક જીંદગી જીવવા માટે, શું કરું હું ને કયા જઉ આ મોટી દુનિયાથી..!
પ્રેમને પામવા મે મારી જીંદગી કાઢી, પણ શું વેર છે મારે ને તે પ્રેમને! ઝંખુછુ તે પ્રેમને પણ તે મળતો નથી, પછી શું કામ જીવવી આ જીંદગી એ પરિવારના પ્રેમ વગરની મારે!
હતા બધા એ મારા પણ મોં ફેરવીને બેસી ગયા તેઓ મારાથી, નથી કહેવાતું એ મારા હતા, થઈ ગયા એક બધા મારાથી દુર જાણે કોઇ પરાયા!
બસ જીંદગી રહીછે થોડીક અધુરી, પુરી કરવાનીછે હવે મારે જેમ તેમ, આવશે એક દિન મોત મારું હસતા હસતા વિદાય લઇશ આ બધાઓથી,
પણ જતા જતા આપતો જઇશ મારા એક આર્શીવાદ એવા કે, ભલે મારી સાથે તમે આમ કર્યુ પણ ભુલથી કોઇ બીજા સાથે આમ કદી કરશો નહી! નહી તો પ્રેમ શબ્દ જ આ દુનીયાના કોઇ છેડે દેખાશે નહિ કદી.
સુખી થજો મારો પ્રેમાળ પરિવાર, નહી મળું ફરી તમને કયારેય મારા બીજા કોઇ અવતારે, બસ હવે વિદાય આપો તમે સૈ મને અત્યારે, નહી જોવું હવે તમારી સામે કદી પાછું વળીને...
લાકડાં મને શું બાળતા હતા મને! હું જ કહીશ એ લાકડાઓને, ચાલ આગ લગાડ જલદી મારા આ અધુરા પ્રેમ જેવા આ શરીરને, જાવું છે મને બહું જ દુર મારા કોઇ ભગવાન પાસે....
(એક દુ:ખી વૃદ્ધ પોતાની એકલી, એકાંકી જીંદગી જયારે જીવતા હતા ત્યારે તેમના પરિવાર તરફથી કોઇ જ સાથ સહકાર હતો નહીં ને જયારે તેઓ મરવાના સમયે આવીને ઉભા ત્યારે તેમને વિતેલી દરેક પળોનો એક વાકય રુપે બોલીને જરાક તેમને મન હલકું કર્યુ )