દિકરી મારી લાડલી...
દિકરી મારી ઇજ્જત...
દિકરી મારું અભિમાન...
દિકરી ઘરની લક્ષ્મી...
બસ હવે બહું થયું,આ બધું.. હવે તો લાગે છે કે એક વાક્યો જ આવા સાંભળવાના બાકી રહી ગયા છે.
જયારે દિકરી નાની હોય પા પા પગલી કરતી હોય ત્યારે તેના પપ્પાને ઘણી જ તે વ્હાલી લાગતી હોયછે પણ જયારે તે જવાનીના ઉંબરે પગ મુકે છે ત્યારે દિકરી કેટલી વ્હાલી ને કેટલી પ્રેમાળ તે તરત માલૂમ પડેછે.
જયાં સુધી તેનો નેચર સારો ચાલતો હોય ત્યાં સુધી બધું ઠીક ઠાક ચાલતું હોયછે પણ જયારે તે ભણતા ભણતા કે નોકરી કરતા કરતા કદાચ ના કરવા જેવું કામ (પ્રેમ) કરી બેસે છે ત્યારે આપણી દિકરી કેટલા પાણીમાંછે તેની પછી તરત આપણને જાણ થાયછે.
ઘણી વાર તો તે ઘરમાં કહેતી પણ નથી હોતી કે મારે એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો છે ને હું તેની સાથે લગ્ન કરવા માગું છુ!
ને જયારે તેઓ બંને છેલ્લા સ્ટેજ ઉપર હોયછે ત્યારે ઘરવાળાને ખબર પડતી હોયછે કે દિકરીએ આ શું કર્યુ! અમને આમાંથી કેમ અત્યાર સુધી અજાણ રાખ્યા! ત્યાર પછી તો દિકરીને તે રસ્તેથી પાછી વાળવા માટે ઘણું મોડું થઇ ગયું હોય છે....
પછી તો ઘરવાળાને એક દિવસ બહારથી સમાચાર મળેછે કે તમારી દિકરી ફલાણા છોકરા સાથે કયાંક ભાગી ગઈછે...બસ આ સાંભળીને તેના માબાપને પગ નીચે જમીન સરકતી દેખાય છે..અરેરે અમારી વ્હાલી દિકરીએ આ શું કર્યુ!
શું તે સમયે તમે કહેશો કે મારી દિકરી એજ મારું અભિમાન!
શું તે સમયે તમે કહેશો કે મારી દિકરી એજ મારા ઘરની લક્ષ્મી!
અથવા તો એમ જ કહેશો કે આના કરતાં તો છોકરા સારા...
નહિ નહી..આમ પણ માનવું એ પણ આપણી એક ભુલ જ છે કારણકે તમારી દિકરીને ભગાડી જનાર પણ કોઇનો એક છોકરો જ છે..
તે પણ એક સારોછો તેમ પણ ના જ કહેવાય.
વાંક આમાં બંનેનો રહેલો જ છે પણ પ્રથમ છોકરા કરતા આ બાબતે પહેલા છોકરીએ જ વિચારવાની પહેલ કરવી જોઇતી હતી!
કારણકે છોકરાઓને તો તેમના માબાપની ઇજ્જતનો ખ્યાલ જરા ઓછો રહેતો હોયછે પણ છોકરી તો તેના પપ્પાની વ્હાલી દિકરી હોયછે તો શું તે પણ જરાય વિચારી શકી નહી!
ખેર, આજે તો જમાનો બદલાઇ ગયો છે આજે એ નથી રહ્યુ કે દિકરી એટલે તેના પપ્પાની ને છોકરો એટલે તેની મમ્મીનો!
કોણ કોનું છે તે બસ સમયે જ ખબર પડતી હોયછે..આગળ તો માબાપના સારા ખરાબ નસીબ!!!