વિતેલા વર્ષની વિદાય વેળાએ
વિતેલા વર્ષના સંભારણા નું
જાળવશુ કરીને જતન !
વિતેલા વર્ષમાં સ્વજનને ગુમાવ્યા ની પીડાને
હળવી કરીશું , આપીને શ્રદ્ધાંજલિ મનોમન !
વિતેલા વર્ષમાં નવા મિત્રો મળ્યા નું સુખને
માણીશું , જાળવી ને સંબંધ !
વિતેલા વર્ષમાં આવેલ દુઃખોને
આપીશુ વિદાય, કરીને એને હવન !
વિતેલા વર્ષમાં સંબંધોમાં પડેલી ગાંઠોને
ખોલીશુ , હવે કરીને મનોમંથન !
ડૉ.સેજલ દેસાઈ