વેલકમ ટુ 2019,
2018 પૂરું થયું એ સાથે જ જુના વર્ષના કાગળો,જૂની ડાયરીઓ,ખાસ તો બારણાની પાછળ ટીંગાતા જાત-જાતના કેલેન્ડર ને છૂટકારો મળશે મને તો બિચારા કેલેન્ડર ની દયા આવે એ બિચારું તમારી આખા વર્ષની કેટલી વસ્તુઓ સાચવીને રાખે છે ટેલિફોન નંબરથી લઈને દૂધના હિસાબ સુધી હવે એ કેલેન્ડર એક બે દિવસમાં કચરાની ટોપલીમાં જોવા મળશે પણ ધ્યાન એ રાખવાનું છે કે માત્ર એ કેલેન્ડર જ જે હવે નકામા કાગળ છે એ જ કચરામાં નાખજો એની સાથે તમારા જુના સપના,તમારા જુના સબંધો,તમારી જૂની યાદો એની જેવી ઘણી વસ્તુઓ કચરામાં નો વઇ જાય એનું ખાસ ધ્યાન રાખજો.
આમ જુઓ તો દિવાળીના તહેવાર સાથે જ આપણું વર્ષ પૂરું થઈ ગયું હતું પણ આ તો હવે એક દેખા-દેખી થઈ ગઈ છે કે કોઈ પણ તહેવાર હોય કોઈ પણ દિવસ હોય કાંઈ લાગતું-વળગતું હોય કે ના હોય,ગમે કે ના ગમે,પ્રેમ હોય કે ના હોય પણ એ ઉજવવો લગભગ હવે ફરજીયાત જેવું થઈ ગયું છે જો ના પાડો કે હું આમાં નથી માનતો તો પણ અમુક લોકો તમને ધિક્કારે અને તમે આ વસ્તુઓ મનાવો તો પણ અમુક લોકો તમને ધિક્કારે.
ઘણા એવા તહેવારો છે (જેમ કે હમણાં જ ક્રિસમસ નો તહેવાર ગયો)જે આપણા નથી છતાં આપણે એ ધામધૂમથી મનાવીએ છીએ,ઘણા એવા ડે આવે છે જે આપણને કે આપણી સંસ્કૃતિ ને કાઈ લાગતા-વળગતા નથી છતાં આપણે એ ડે માનવીએ છીએ જોકે મને એની સામે કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે હું કોઈનો વિરોધી નથી પણ વિરોધી ના હોવું એટલે બધી વસ્તુનો સ્વીકાર કરી લેવો એવું નથી માટે મને જે ગમે એમાં જ હું રસ લવ એટલે આ થર્ટી ફર્સ્ટ ની ઉજવણી મારા મગજમાં નથી બેસતી હા કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ શરૂ થાય છે એનો સ્વીકાર પણ એની ઉજવણી શુ કામ?(દિવાળી પછી આપણું નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને સરકારે ફાઇનાનશીયલ વર્ષ હજી જાન્યુઆરી થી ડિસેમ્બર નથી કર્યું તો ખાલી કેલેન્ડર બદલાય એની ઉજવણી?)
દારુ ની રેલમછેલ,જુગાર,બીભત્સ નાઇટ પાર્ટી વગેરે... આ ઉજવણી તો ખરેખર બરબાદી છે જે આજે નહી સમજાય.
આ પાર્ટીઓ સાથે લૂંટફાટ, મારામારી, ખૂન-ખરાબી,છેડતી,બળાત્કાર આ બધું બને એ તો જુદું જ ખરેખર તો આવી વસ્તુઓ આપણને એક,બે વર્ષ વિકાસ માં પાછળ છોડી દે છે જેનો આપણને અંદાજ પણ નથી,પોલીસને મન હોય નો હોય ફરજીયાત ડયૂટી કરવી જ પડે છે છતાં કાઈ ફેર નથી પડતો સરકાર ને આમાં રસ નથી (કારણ કે આવી પાર્ટીઓ માં મોટા માથાઓ પણ જોડાયેલા હોય છે)અને પબ્લિકને (ખાસ કરીને જેને કાઈ કામ કાજ નથી સાવ નવરા છે અને પૈસા વધી ગયા છે) જાતે સમજવું નથી.
સાચી ઉજવણી કરવી જ હોય તો નવા વર્ષ માટે પ્લાન બનાવો કે તમે શું શું કરશો તમારી જાતને આગળ લાવવા?
નક્કી કરો ગયા વર્ષમાં જે ભૂલ કરી છે એ રિપીટ નહીં કરું,મારા સપના મારા શોખ મને ગમતા કામ પુરા કરવામાં ખૂબ મહેનત કરીશ,નવા મિત્રો બનાવીશ,જુના કરમાઇગયેલા સંબંધોને તાજા કરીશ,મારા પરિવાર સાથે સમય વિતાવીશ અને મારાથી બનતી મેહનત કરીશ, નવી યાદો બનાવીશ વગેરે... વગેરે... આવી તો ઘણી વસ્તુ થઈ શકે પણ ઓલી નકામી વાહિયાત પાર્ટીઓ છોડીએ તો.
ગીતામાં કૃષ્ણ ભગવાને છૂટ આપી છે તેમ બધું જાણી જોય સમજીને જેમ તને ઠીક લાગે એ કર કારણ જેવા તું કર્મ કરીશ એવું તારે જ ભોગવવાનું છે.