આજે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ પ્રસંગે હાજર રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. ખરેખર ખૂબ અદભૂત ક્ષણો.. એકવાર ખાસ મુલાકાત લો આપણા દેશમાં ખૂબ જ નાનું એવું ભરૂચ જિલ્લાનું રાજપીપળા ની અંદર આવેલ ગામ : કેવડીયા ની બદલાયેલી સૂરત જોઈ ગર્વ થયો. અત્યાર સુધી અહી પ્રાથમિક સુવિધાઓ પણ પ્રાપ્ત નહોતી. એક પ્રતિમા દ્વારા ઘણું બધું નવું મળ્યું. એક સુંદર પ્રવાસન સ્થળ બની ગયું. ખરેખર જલસો પડી ગયો. દસ વર્ષો થી અહી જોબ કરું છું.પણ પહેલી વાર અહી રોકાવાનું મન થયું. valley of flower , અને સરદારના હ્ર્દય માં થી નર્મદા નદીની કુદરતી જાહોજલાલી નિહાળવાની મજા પડી. લેસર શો એ વધુ તૃપ્ત કર્યા. દિવાળીનો અવસર જગમગાટ લાઇટ્સ દ્વારા આખા રસ્તાઓ પર નજર આવ્યો.નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. એકવાર સરદાર ને ચોક્કસ મળ્યાનો અહેસાસ થયો. pc : Tanvi Tandel.