Bedhadak ishq - 1 in Gujarati Love Stories by jay patel books and stories PDF | બેધડક ઈશ્ક - 1

Featured Books
Categories
Share

બેધડક ઈશ્ક - 1

બેધડક ઈશ્ક

બેધડક ઈશ્ક
નમસ્તે મિત્રો, હુ આપનો મિત્ર જય પટેલ હાજર છુ એક રોમાંચક અને તમારા હદયનો ધબકાર ચૂકાવી દે તેવી રોમાંચક લવ સ્ટોરી લઈને .
આજે આર્યાના ઘરે ખૂબજ શોર મચાયેલૉ હતો. આજે આર્યા નૉ જન્મદિવસ હતો. આર્યા પોતાના મમ્મી પપ્પા તથા પૉતાની નાની બહેન આસ્થા સાથે અમદાવાદ શહેરમાં રહૅતી હતી. તૅના પપ્પા વિનૉદભાઈ અમદાવાદ ના એક અગ્રણી બિઝનેસ મેન હતા. તૅની મમ્મી વંદના બહેન એક ગૃહિણી હતા. તેની નાની બહેન આસ્થા એ આર્યા કરતાં 2 વર્ષ નાની હતી અને હાલમાં તે 12મા ધોરણ મા હતી .હવે વાત કરીએ આર્યા ની તો તે એક શરમાળ અને શાંત સ્વભાવ ની હતી. અને બીજી વાત કે તેના આજના બર્થડે ના દિવસે તે 20મા વર્ષ મા પ્રવેશ કરી રહી હતી. આર્યા કૉલેજના લાસ્ટ યરમા હતી . તે એક પાર્થ નામ ના છૉકરાને પસંદ કરતી હતી . તેના મમ્મી પપ્પા ને પણ આ વાત ની ખબર જ હતી આમ પણ આર્યા અને પાર્થ છેલ્લા ચાર વર્ષ થી એકબીજાને ઑળખતા હતા. પાર્થ પણ આર્યા ને બેપનાહ ઈશ્ક કરતો હતો. આર્યા અને પાર્થના માતા પિતા એ નકકી કર્યુ હતુ કે આમ પણ બંને છોકરાઑ એક બીજા ને ખૂબજ પસંદ કરે છે તો પાર્થના અભ્યાસ બાદ તેમના લગ્ન કરાવી દઈએ. પાર્થ પણ એક હૉશિયાર ,નીડર, ચપળ અને ખૂબ જ સંસ્કારી છોકરો હતો. તે બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. આજે આર્યા ના જન્મ દિવસ ની પાર્ટી મા પાર્થ પણ પણ પૉતાના મમ્મી પપ્પા સાથે આવ્યો હતો પાર્થના પપ્પા એક ઈન્સ્યુરન્સ કંપની ના હેડ હતા .હવે રાતના સાત વાગ્યા છે સાડા સાતે કેક કટીંગ કરવાની હતી પાર્થના મમ્મી પપ્પા તો પૉણા સાત વાગ્યે ઘરની બહાર આવી ને તૈયાર ઊભા હતા તેના પપ્પા રમેશ ભાઈએએ પાર્થને બૂમ મારી: પાર્થ જલદીથી આવી જા અમે અમારી પુત્ર વધુ ના ઘરે જવા તૈયાર છીએ. રમૅશભાઈ થોડા રમૂજી સ્વભાવ ના હતા. પાર્થ જેવો નીચે આવ્યો કે તેના મમ્મી ઍકતાબહેન ની નજર તો પાર્થ પર જ અટકી ગઈ . બ્લેક કોટ મા પાર્થનુ ઍ તેજસ્વી વ્યક્તિત્વ શૉભાયમાન હતું .તેના વિશાળ લલાટ નુ તૅજ તેના પ્રભાવ શાળી વ્યક્તિત્વની બહાર થી જ આછી ઝલક આપી રહ્યુ હતુ. ઍકતાબહેને તેના ઓવારણાં લીધા . પાર્થ તરત જ સ્વીફ્ટ ડીઝાયર લઈને બહાર આવી ગયો તેના મમ્મી પપ્પા બેઠા કે તરતજ તેણે ગાડી હંકારી . ગાડી અમદાવાદ મા રાતે ટ્રાફિક ને પસાર કરતી 7:20 વાગ્યે આર્યા ના ઘર પાસે આવીને ઊભી રહી વિનોદભાઈએ તરતજ બહાર આવી ને રમેશભાઇ નુ સ્વાગત કર્યુ .પાર્થ તરત જ વિનોદ ભાઈ તથા વંદના બહેન ને પગે લાગ્યો . વિનોદભાઈ અને વંદનાબહેન તૉ મનૉમન હરખાઈ રહ્યા હતા કે આર્યા ને તો રાજકુમાર જેવો પતિ મળશે અને ત્યાં જ આર્યા બહાર આવી ત્યાં તેની નજર પાર્થ પર પડતા તે તો પોતાના મનના માણીગરને જોઈ જ રહી ત્યા પરિસ્થિતિ નુ ભાન થતા તરતજ આવીને રમેશભાઈ તથા એકતા બહેનને પગે લાગી. હવે કેક કટીંગ નો સમય થઈ ગયો હતો. જેવા બધાએ ઘરમાં પ્રવેશ કર્યો કે ઘરની બધી લાઈટો બંધ થઈ ગઈ અને અચાનક જ ગીત શરૂ થઇ ગયું : happy birthday to you , happy birthday to dear ARYA .બધાએ તાળીઓ ના ગડગડાટ સાથે આર્યા ને બર્થડે વિશ કર્યુ .આર્યા ઍ કેક કાપીને સૌપ્રથમ પોતાના પપ્પાને કેક ખવડાવી ત્યારબાદ બધા સ્નેહી જનૉને કેક ખવડાવી બધાએ સાચા દિલથી આર્યા ને આશીર્વાદ આપ્યા અને ગિફટ પણ આપી હવે રમેશ ભાઈઍ પોતાની પુત્રવધુ ને એક સૉનાની વીટી ગિફ્ટ મા આપી બધા ઍ તાળીઓ સાથે રમેશ ભાઈને વધાવી લીધા . આર્યા તો આ વીટી જોઈને ખૂબજ ખૂશ થઈ ગઈ . રમેશ ભાઈઍ કહ્યું તારા માટે ખાસ પાર્થે પસંદ કરી છે આર્યા તો આ સાંભળીને ખુશ થઈને મમ્મીને બતાવવા દૉડી ગઈ . ધીરે ધીરે બર્થડે પાર્ટી ખતમ થઇ ગઇ બધા મહેમાન જવા લાગ્યા પણ આજે વિનોદ ભાઈએ ખાસ પાર્થને સપરિવાર ભૉજન કરવા આગ્રહ પૂર્વક બોલાવ્યા હતા . આર્યા તો કયારનીય પાર્થને મળવા તલપાપડ થઈ રહી હતી કારણ કે પાર્થ તેની સામે હોવા છતા પણ તે તેની સાથે વાત કરી શકતી નહોતી. પાર્થ વિનોદ ભાઈ તથા રમેશ ભાઈ બેઠા બેઠા ટીવી પર ન્યૂઝ જૉઈ રહ્યા હતા પણ પાર્થ તો જાણે આર્યા નેજ કયારનોય શૉધી રહ્યૉ હતો વિનૉદભાઈઍ પાર્થને આર્યા પાસે મળવા મોકલ્યો . આર્યા અને આસ્થા બંને બહેન ગિફટ ચેક કરી રહ્યા હતા પણ પાર્થના આવતા જ આર્યા ને સૌથી અણમોલ ગિફ્ટ મળી ગઈ .આસ્થા ઍ પાર્થને કહ્યું કે, કેમ છો પાર્થ જીજુ આ તમારી આર્યા કયારનીય તમારી રાહ જોઇ ને મીરાંબાઈ ની જેમ બેઠી છે તમે બંને વાતો કરૉ હુ મમ્મીને મદદ કરવા જઉ છું .આસ્થા ના જતા જ આર્યા ઍ રૂમનુ બારણું બંધ કરી લીધું અને તરતજ પાર્થની પાસે ગઈ ત્યાં તો પાર્થે સામેથી તેને પોતાની બાહોમાં લઈ લીધી . અને કહ્યુ હેપ્પી બર્થડે માય લવ આર્યા હુ તારા માટે ભગવાન ને પ્રાર્થના કરુ છુ કે ભગવાન હંમેશા તને મારી પાસે રાખે . આર્યા એ કહ્યુ એય લૂચ્ચા કેમ આમ? નાટક ના કર ....... ત્યાં તો પાર્થે તરતજ આર્યા ના અધર ઉપર પૉતાના અધર રાખી દીધા અને મધુર રસની આપલે કરવા લાગ્યા આર્યા પણ આ સ્વર્ગીય પળ નો આનંદ ઉઠાવવા લાગી થોડા સમય બાદ બંને ઍકબીજાથી છૂટા પડ્યા આર્યા તો તરતજ શરમાઈ ગઈ અને પાછી પાર્થની બાહોમાં લપાઈ ગઈ . ત્યા નીચે થી વંદના બહેને બંનેને જમવા માટે નીચે બોલાવ્યા . બધાએ સાથે ભૉજન કર્યું અને થોડા સમય સુધી વાતો કરી હવે લગભગ સવા અગિયાર થવા આવ્યા હતા .હવે રમેશભાઇ એકતા બહેન અને પાર્થ આ ત્રણેયે વિદાય લીધી . વધુ આવતા અંકે........ આપનો પ્રતિભાવ તથા માર્ગદર્શન મને ઉપયોગી સાબિત થશે મારો ઈમેઈલ: gizapodul@gmail.com છે ધન્યવાદ . ફરી મળીશું આવતા અંકે!!!!!!!💐💐💐💐💐