મિત્ર આ પહેલી વખત ફેન્ડશીપ સીરીઝ પ્રમાણે લખી રહયો છું મને વિશ્વાસ છે કે મારી ફેન્ડશીપ સિરીઝ 1.2 લખી ચુકયો છું અને 3 લખવા જઇ રહયો છું .તે વાંચશો અને મને કોઇ માર્ગદર્શન અથવા કોઇ સજેશન હોય તો આપીને મારો જોમ અને જોશો વધારશો તેવી આશા રાખું છું.
જેમ આગળના ભાગમાં આપણે જોઇ ચુકયા છીએ કે રામ અને કિષ્નાની મિત્રતા એ હવે પ્રેમમાં ફેરવાઇ ગઇ છે હવે પ્રેમના માર્ગ આગળ વધી રહયા છે.તેની વાત આ ભાગમાં કરવાની છે.
રામે કિષ્નાને તેના ઘર પાસે ઉતારી ત્યાંથી આગળ ચાલતો થઇ ગયો.પોતાના ઘેર ગયો.પોતાના ઘેર પહોંચીને પહેલા તો તે ફેશ થવા ગયો . ફેશ થઇને આવી ને તેને પોતાના હાથમાં મોબાઇલ લીધો અને સીધો જ કિષ્નાને ફોન કર્યો.ફોનમાં વાતો કરવા લાગ્યા થોડીક વાર થઇ તો કિષ્નાના ઘરની બેલ વાગી એટલે કિષ્નાએ કીધું કે ઘરની બેલ વાગી છે એટલે કદાચ ઘરના કોઇ આવ્યા હશે.પરંતુ જયારે તેને ઘરનો દરવાજો ખોલ્યો તો તેની મિત્ર પ્રિયા હતી.
કિષ્ના પ્રિયાને લઇ ને અંદર ગઇ. પછી બંને અંદર જઇને બેઠા.બંને ઘણા સમય પછી મળ્યા એટલે ઘણી બધી વાતો ભેગી થઇ ગઇ હતી.તે બધી વાતો આજે પુરી કરી નાખી તેમ પ્રિયા કહયું.વાતો વાતો એકબીજા પુછયું કે તારે કોઇ છે કે નહી ? પ્રિયા ના પાડી મારે તો કોઇ નથી . કિષ્ના કીધું કે આજે મને મારા મિત્ર પ્રપોઝ કરી મેં તેનો સ્વીકાર કર્યો.પ્રિયા પુછયું કે કોણ છે , હું તેને ઓળખો છું ? કિષ્ના કીધું ના .
પછી પ્રિયાને જાણવાની ઉત્સુકતા થઇ .કિષ્ના તેના વિશે હજી વધું જાણવવા ના માંગતી હતી.
કિષ્ના કહયું કે હું તેના વિશે થોડુંક જ કહીશ , પછી બીજું બધું આગળ જઇને કહીશ.કિષ્ના થોડી ઘણી વાત કરી , મુલાકાત થઇ , સારા મિત્ર બન્યા પછી તેને પ્રપોઝ કરી વગેરે.પછી બંને વાત પુરી કરી અને પ્રિયાએ કીધું કે હવે હું ઘેર જાવ.કિષ્નાએ પોતાની મિત્રને દરવાજા સુધી છોડવા ગઇ.પછી બાઇ બાઇ કર્યા,અને કિષ્ના અંદર ગઇ.
કિષ્નાએ રામને ફોન કર્યો , પાછા બંને વાતો કરવા લાગ્યા.પછી પાછા પ્રેમની વાતોમાં બંને એકમેક બની ગયા.જાણે કે બંને સ્વર્ગમાં હોય તેવી અનુભૂતિ કરવા લાગ્યા.થોડી વાર થઇ તો કિષ્ના ઘેરની બેલ વાગી ત્યારે તેનું ધ્યાન જ ના હતું.થોડી વાર સુધી રાહ જોઇ પછી કિષ્ના ધ્યાને આવતા તે દરવાજો ખોલવા માટે ગઇ.તરત જ તેમના મમ્મીએ પુછયું કે કેમ વાર લાગી ? ત્યારે તેને કોઇ બહાનું બનાવી દીધું કે હું ઘરનું કામ કરતી હતી.પછી તેના ઘરના લોકો આવ્યા અને ફેશ થવા ગયા , અને તે પછી આરામ કરવા લાગ્યા .સૌ પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા.પછી કિષ્ના પણ આરામ કરવા લાગી.
જયારે વહેલી સવારે ઉઠી .તરત તેને પોતાનો મોબાઇલ હાથમાં લીધો અને જોયો કે રામનો ફોન તો નથી આવ્યો ને ,
ના આવ્યો હતો એટલે તેને પછી તે ફેશ થઇ અને પછી નાહાવા માટે ગઇ.નાહીને આવી પછી તરત તે બધા માટે ગરમા ગરમ નાસ્તો બનાવવા માટે પોતાના કિચનમાં ગઇ.પછી બધા પરિવારના સભ્યોએ સાથે મળીને નાસ્તો કર્યો.બધા પોતપોતાના કામમાં લાગી ગયા.જયારે કિષ્નાએ પોતાનું કામ પુરૂ કરીને નવરી થઇ એટલે પોતાનો મોબાઇલ હાથમાં લીધો ત્યારે તેને રામને ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો અને જોયું કે રામ તો ઓનલાઇન છે તે શું કરતો હશે ? થોડી વાર સુધી વેઇટ કર્યો પણ રિપ્લાઇ ના આવ્યો.કિષ્ના થોડીક ચિંતા થઇ એટલે તેને થોડી વાર પછી ફોન કર્યો અને પહેલા તો તેની સાથે ઝગડો કરવા લાગી.રામને બોલવવાનો કે રપષ્ટતા કરવાનો મોકો જ ના આપ્યો.
આગળ શું થાશે તે જોવા માટે આગળના ભાગમાં રાહ જોવી પડશે.