Rup lalana 2.1 in Gujarati Women Focused by Bhumika Gadhvi books and stories PDF | રૂપ લલના - 2.1

Featured Books
Categories
Share

રૂપ લલના - 2.1

અબે યાર ઈન મચ્છરો ને તો જીના હરામ કર રખ્ખા હે.... ઇન્સાન કમ ખૂન ચૂસતા હે કી અબ તુમ લોગ ભી ઇધર લાઈન મે લગ ગયે હો......


       ત્રીસેક વર્ષ ની એક સ્ત્રી નેશનલ હાઇવે રોડ ની સાઈડમાં એક ઝાંખા પ્રકાશ વાળા પોલ નીચે ઊભી ઊભી મચ્છર ને પોતાના બે હાથની હથેળી વચ્ચે ટાર્ગેટ કરતાં કરતાં પોતાની સાથેજ ગણગણી રહી છે. 


       સુંદર સુડોળ શરીર , ચહેરો પણ સુંદર ગોળ, સરસ મજાની અણિયાળી આંખો, કાળા ભમ્મર વાંકડિયા ખભા થી નીચે સુધી આવતા ખુલ્લા વાળ, ગોળાકાર હોઠ અને તેની ઉપર કરેલી ડાર્ક રેડ લિપસ્ટિક. ચહેરો ખુબજ સુંદર છે , જરૂર તો નથી છતાં કોઈ ખાસ લુક માટે ચહેરા ઉપર થોપેલો મેકઅપ. સ્પષ્ટ જુદો જ તારી આવે છે.


       ચમકીલી ટીલડીઓ થી ભરચક, સ્લિવલેસ અને શરીર ને તસોતસ ભીડીને પહેરેલો ડીપ નેક બ્લાઉઝ એની છાતી ને વધુ ઉભાર આપી રહ્યો છે. સુડોળ શરીર ઉપર આમ તેમ વિંટેલી ડાર્ક પિંક સાડીમાં એ સ્ત્રી સ્વર્ગની અપ્સરા મેનકા થી બિલકુલ કમ નથી લાગી રહી. 


       એની સુંદરતા ને માણવા આજે મચ્છર પણ જાણે અધીરા થયાં છે. વારે ઘડીયે તે નીચી નમીને પોતાના પગમાં ખંજવાળી રહી છે. એના નીચે ઝુકવાથી એની અવળી પહેરેલી સાડીનો છેડો એના ખભા ઉપરથી સરકી જાય છે અને એ સ્ત્રી જાણે  કામદેવ ને પોતાના વશમાં કરીને રાખનાર સાક્ષાત રતી જેવી દેખાય છે.


       ભલભલા વિશ્વામિત્ર જેવા પુરુષ ને ય એક વાર તો એને જોઈને એને પામવાની ઈચ્છા થઈ જ જાય. સમય ની વિડંબના એ છે કે આજે આ સુંદર સ્ત્રીની આસપાસ ફક્ત મચ્છર જ છે. તેના ચહેરા પર ભારે અણગમો દેખાઈ રહ્યો છે. એ કંટાળી ગઈ હોય એવું લાગી રહ્યું છે 


       સાલા જીસકો ઇધર મંડરાના ચાહીયે વો તો કોઈ દિખતાચ નહિ ઓર યે અસુર મચ્છર જાન ખા રહે હે....અજીબ મુસીબત હે. પતા નહિ આજ ઇધર ઈતના સન્નાટા ક્યું હે? લગતા હે આજ શહેર કે સારે મર્દ બાબાજી બન ગયે હે, કોઈ ભટક હી નહિ રહા ઇધર. એક ભી કસ્ટમર નહિ મિલા, આજ તો સાલા ધંધે કી વાટ લગ ગઈ હે.


       ઘડીકમાં હાથમાં તો ઘડીક માં પગમાં તો ક્યારેક ડીપ નેક વાળા બ્લાઉઝ માંથી ઉઘાડા દેખાતા બરડામાં એ ખંજવાળી રહી છે. મચ્છર એની સુંદર પાતળી કમરને પણ બક્ષી નથી રહ્યા. એ ત્રસ્ત થઈ ગઈ છે મચ્છરો થી. તે એકલી એકલી ચિડાઈ ને બોલે જાય છે.


       ઘણી વાર થી આજ ક્રમ ચાલે જાય છે. ત્યાજ રોડ ની  રોંગ સાઈડ પર એક પૂરપાટ ચાલતી બાઈક એ યુવતી ની બાજુમાં આવીને થોભી. બાઈક પર એક ચોત્રીસ પાંત્રીસ વર્ષનો દેખાતો યુવાન બેઠો છે. કાળા કલર નું શર્ટ પહેર્યું છે, એનો ચહેરો પણ કાળો છે. એની આંખો જોતાજ ખબર પડી જય કે આ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ નો માણસ છે. શરીર પરના કપડાં અસ્ત વ્યસ્ત અને મેલાં ઘેલાં છે. ગાલ પર અને કપાળ પર ઊંડા ઘાવ ભરાઈ ગયાના નિશાન છે. ચહેરો જોઈને જ એ વ્યક્તિ પ્રત્યે અણગમો થાય. 


       પેલી યુવતી નીચી નમીને પોતાનો પગ ઊંચો કરીને ખંજવાળી રહી છે. પેલા યુવાને તેને ઝીણવટ અને ગંદી નજર થી જોવાનું ચાલ્યું કર્યું. થોડી વાર થઈ ગઈ પણ એ યુવતીએ આ વ્યક્તિ સામે જોયું જ નહી. એ યુવતી કદાચ આ વ્યક્તિને જાણી જોઇને જ અવગણી રહી છે. એ યુવતી આ વ્યક્તિ ની સામે જોવા મંગતીજ નથી. કદાચ એ આ વ્યક્તિ ને ઘણી સારી રીતે ઓળખતી લાગે છે.


       થોડી વાર એ વ્યક્તિ એ રાહ જોઈ કે એ યુવતી તેની સામે જોશે કે ધ્યાન આપશે, પણ એ યુવતીએ આવેલા વ્યક્તિને નજર અંદાજ કરી. હવે તે વ્યક્તિ ની ધીરજ ખૂટી ગઈ તેને કદાચ સમજાઈ ગયું હતું કે આ યુવતી એની તરફ જાણી જોઈને જ ધ્યાન નથી આપી રહી. તે વ્યક્તિએ બાઈક પર બેઠા બેઠા જ થોડી ધીરે થી હોર્ન માર્યો કે કદાચ હવે તે યુવતી તેની સામે ધ્યાન આપશે પણ એવું ના બન્યું.


       એ વ્યક્તિ એ ફરીથી એક હોર્ન માર્યો, થોડી વાર એણે વારંવાર હોર્ન માર્યો પણ એ યુવતી એકની બે ના થઈ તો નાજ થઈ તેણે એ વ્યક્તિ જે દિશા તરફ ઊભો હતો એની અવળી દિશામાં મો ફેરવી લીધું. એના ચહેરાના હાવભાવ જોઇને લાગી રહ્યું હતું કે તે આવેલા વ્યક્તિ થી ગુસ્સે છે. તે મનમાં ને મનમાં કદાચ એ વ્યક્તિ માટે અપશબ્દો વિચારી રહી હતી.


       આવેલો વ્યક્તિ પણ કંઈ કમ ન હતો તેણે પણ થોડા થોડા અંતરે હોર્ન મારવાનું ચાલુ રાખ્યું. એની કોઈ પણ તરકીબ કામમાં આવી નથી રહી, પેલી યુવતી એની તરફ જોવા તૈયાર જ નથી. હવે તે વ્યક્તિ ના ચહેરાના હાવભાવ થોડા બદલાયા અને એને જોરથી અંગુઠાને હોર્ન ની સ્વીચ પર પ્રેસ કરી અને જોર થી લાંબો હોર્ન લગાતાર વાગવા લાગ્યો. 


       હોર્ન નો અવાજ એટલો મોટો હતો કે કોઈ પણ વ્યક્તિ ના કાન ના પડદા ફાટી જાય. હવે તે યુવતી થી ના રહેવાયું એણે પોતાના બે હાથ ની આંગળીઓ કાનમાં નાખી દીધી જેથી હોર્ન નો અવાજ એના કાનમાં ના જાય પણ આ વ્યર્થ પ્રયાસ હતો, તેમ બને એમ ના હતું. 


       યુવતીએ ગુસ્સા થી પોતાની ડોકને ઝટકો મારી અને એ યુવક તરફ ફેરવી. યુવતી થોડી વાર તો પોતાની મોટી અણીદાર આંખોને મોટી કરી ગુસ્સાથી તે વ્યક્તિ તરફ તાકી રહી. એનુ આ રૂપ જંગલની કોઇ વિફરેલી વાઘણ જેવું લાગી રહ્યું હતું, જાણે કે હમણાં જ તે કૂદી ને એ યુવક ને ફાડી નાખશે. પેલા વ્યક્તિ ને જાણે યુવતી ના આ ગુસ્સા અને હાવભાવ થી કોઈ ફરક જ નથી પડી રહ્યો. તે યુવતી ની આંખમાં આંખ નાખીને ઢીઢ બની ને હોર્ન મારે જ જાય છે.


       આખરે યુવતી ના ગુસ્સાનો પારો હવે છટક્યો. એણે એ વ્યક્તિ સામે હાથ કર્યો એને ગુસ્સાથી બોલી, એ એડે યે હોર્ન મારના બંધ કર , તું કિતની ભી કોશિશ કરેલ તેરે કાન મે રેંગતે કીડે મરેંગે નહિ વો ભી તેરી તરહા ઢીઢ હે. પેલો વ્યક્તિ યુવતી ના ગુસ્સા અને તિરસ્કારના જવાબમાં જોર જોર થી હસવા લાગ્યો અને આખરે એણે એનો અંગૂઠો હોર્ન ની સ્વીચ પરથી ખસેડ્યો. આખરે હોર્ન નો ઘોંઘાટ બંધ થયો.યુવતીએ જોરથી એક રાહત નો શ્વાસ લીધો.


       યુવતી અદબ વાળીને ઊભી છે અને એણે ફરીથી પોતાની આંખો ત્રાંસી કરી અને બીજી તરફ જોવા લાગી. એના હાવભાવ પરથી જ સ્પષ્ટ જણાય છે કે આ વ્યક્તિ માટે એને ભારે અણગમો છે. તે વ્યક્તિ એને એક આંખ નથી સહેવાતો.


       ઓય આટલા નખરા કેમ દેખાડે છે. ક્યારનો અહીં ઊભો છું તને દેખાતું નથી? લાગે છે કે, તું પોતાની જાતને બહું મોટી હિરોઈન કે સેલિબ્રિટી સમજવા લાગી છે , પણ તું છે નહિ એટલે પોતાની જગ્યા એ અને ઓકાત માંજ રે સમજી. આવેલા વ્યક્તિએ હોંશિયારી મારતા પેલી યુવતી ને તોછડાઈથી કહ્યું. આવેલો વ્યક્તિ દેખાવમાં કોઈ સડકછાપ પાકીટ માર જેવો જાણતો હતો પણ હોંશિયારી એવી કરી રહ્યો હતો જાણે કે કોઈ નવાબનો નબીરો ના હોય. તે આ યુવતી સાથે એવું વર્તન કરી રહ્યો હતો જાણે એનો કોઈ માલિકી હક હોય આ યુવતી પર.


                           ક્રમશઃ............