Fakt Tu - 24 in Gujarati Love Stories by Dhaval Limbani books and stories PDF | ફક્ત તું ..! - 24

Featured Books
Categories
Share

ફક્ત તું ..! - 24

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

૨૪

આ અવની કેમ અહિયાં ? એ શા માટે અહી બેઠી છે ? અવની અહિયાં છે તો સિયા ક્યાં ? સગાઇ તો સિયાની છે તો આ બધા અવની માટે કેમ આવું બધું કરે છે ? આવા જાત જાતના પ્રશ્નો નીલના મનમાં ઉદ્ભવે છે. નીલ આમ તેમ જુએ છે અને સીધો દિવ્ય પાસે જાય છે.

નીલ : આ શું ભાઈ ? અવની કેમ ઉપર બેઠી છે ? સિયા ક્યાં છે ?

દિવ્ય : ભાઈ શાંત થઇ જાવ. તમને હમણાં ખબર પડી જશે. તમે પેલા આ બાજુ આવતા રહો સાઈડમાં .

નીલ : ખબર પડી જશે એટલે શું ખબર પડી જશે મને ? તું મને કહીશ કે અહી શું ચાલી રહ્યું છે ?

દિવ્ય : ભાઈ થોડી વાર તો શાંતિ રાખો. તમને હમણાં જ બધી જ ખબર પડી જશે.

નીલ : ભાઈ, કેમ શાંત રહેવું મારે ? જેની સગાઇ નથી એ સ્ટેજ પર બેઠી છે, જેની સગાઇ છે એ ક્યાય દેખાતી નથી તો મારે શું સમજવું એ કહે !

દિવ્ય હજુ નીલ ને મનાવતો જ હોય છે એટલી જ વારમાં સિયા ત્યાં આવે છે.

સિયા : બોલ ભાઈ શું તું તને ? કેમ આમ હાફલો ફાફળો દેખાય છે ?

નીલ : એ તું મને પૂછે છે સિયા ? તને કઈ અહી અજીબ નથી લાગતું ? સગાઇ તારી અને દિવ્યની છે અને પેલી અવની ત્યાં ઉપર બેઠી છે .

સિયા : હા ભાઈ મને ખબર છે બધી. તમે પહેલા શાંત થાવ અને મારી વાત સાંભળો. ( સિયા નીલ ને શાંત કરે છે )

નીલ : હા બોલ. હવે કહે મને કે અહી શું ચાલી રહ્યું છે ?

સિયા : ભાઈ, સાચું કહું ને તો અહી સગાઇ મારી અને દિવ્યની નથી.

નીલ : તો ......... તો ..... કો... ની.. છે ?

સિયા : અવનીની ભાઈ.

નીલ : શું ........... શું વાત કરે છે તું ? કોની સાથે છે ? છોકરો કોણ છે ?

સિયા : ભાઈ કુલ ડાઉન. તમે શાંત રહો પ્લીઝ.

નીલ : કેમ શાંત રહું યાર. મારી અવનીની સગાઇ છે અને હું શાંત રહું ?

સિયા : ભાઈ આસપાસ ઘણા લોકો ઉભા છે. એ સાંભળશે તો ખરાબ લાગશે . પ્લીઝ જરા ધીમે બોલો.

નીલ : અરે યાર. શું થઇ રહ્યું છે અહી ? મને કઈ સમજમાં નથી આવતું. હું અહી તારી સગાઈમાં આવ્યો હતો અને અહી અવનીની સગાઇ થાય છે.

સિયા : ભાઈ પ્લીઝ બે મિનીટ ચુપ રહો અને સાંભળો .

સિયા અને દિવ્ય બંને નીલને શાંત કરવામાં લાગી જાય છે. બંને જણા નીલ થોડીવાર ખમી જાય એવી જીદ કરતા હોય છે. એટલામાં જ સ્ટેજ પરથી એક વ્યક્તિઓનો અવાઝ આવે છે.

“ આપણી સામે હવે હું એ વ્યક્તિને સ્ટેજ પર બોલાવવા જઈ રહ્યો છું જેની આજે સગાઇ છે. વર્ષોથી રાહ જોઈ રહેલા આ પ્રેમી પંખીડા જે આજે એકબીજાને એકબીજાના નામે કરી દે શે અને જીવનનું સાચું સુખ માણવાનું શરુ કરશે તો એવા જ આપણા સૌના લાડીલા, હીરો માફિક લાગતા અને સૌના દિલમાં રાજ કરનારા મિસ્ટર નીલ ને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. “ સો હ્યુઝ રાઉન્ડ ઓફ બ્લોસ મિસ્ટર નીલ “

બધા લોકો નીલને શોધે છે અને નીલની એન્ટ્રીની રાહ જોવે છે. આ બાજુ નીલ પોતાનું નામ સંભાળીને થોડી વાર તો સ્તબ્ધ થઇ જાય છે. મોઢામાંથી એક પણ જાત નો શબ્દ નીકળતો નથી.

દિવ્ય : ( નીલનો ખંભો પકડીને ) ભાઈ, ઓ ભાઈ. શું થયું ? કેમ કઈ બોલતા નથી.

નીલ : હ...... ( ચુપ જ રહે છે)

દિવ્ય : ભાઈ, આજે તમારી જ સગાઇ છે અને એ પણ અવની સાથે.

નીલ : શું........................ ?

દિવ્ય : ભાઈ આજે તમારી સગાઇ છે અવની સાથે એમ.

નીલ : હા પણ કેમ, કઈ રીતે, અને આ .. કેમ ... અચાનક .....

દિવ્ય : ભાઈ શાંત થઇ જાવ. હા તમારી જ સગાઇ છે આજે અને એ પણ અવની સાથે જ. આ બધા લોકો તમારી જ સગાઇમાં આવ્યા છે. બધા લોકો તમારી જ રાહ જોઈ રહ્યા છે. હવે ફટાફટ ચાલો ! અવની તમારી રાહ જોઈ રહી છે.

નીલ : પણ ભાઈ આ બધું ?

દિવ્ય : યાર તમે સવાલ બોવ કરો છો.હું તમારા બધા જ સવાલનો જવાબ આપીશ પણ મહેરબાની કરી તમે અત્યારે ચાલો.

નીલ અને દિવ્ય ધીરે ધીરે સ્ટેજ તરફ વધે છે. બધા લોકો નીલને જુએ છે. તાલીઓનો ગડગડાટ સંભળાય છે. નીલ ધીરે થી સ્ટેજ પર ચડે છે ને નઝર સીધી અવની પર. ધીરે ધીરે નીલ અવની પાસે પહોંચી જાય છે. નીલ અને અવની બંને એકબીજાની સામે જુએ છે. બંનેની આંખો ભીની હોય છે. ના બોલવા છતાં પણ બંને એક બીજાને ઘણું બધું આંખો દ્વરા કહી રહ્યા હોય છે. અચાનક પાછળથી સિયા આવે છે.

સિયા : ઓ હેલો. હા માન્યું કે તમારી સગાઇ છે પણ અત્યારે એકબીજાની સામે જોઇને પ્રેમ કરવાનો સમય નથી. એકબીજાની સામે પછી જોઈ લેજો પણ અત્યારે બધા લોકો તમારી રીંગ ર્સેરેમની જોવા આવ્યા છે તો પહેલા એકબીજા ને રીંગ પહેરાવી દો.

નીલ અને અવની એમ બંનેનું ફેમેલી સ્ટેજ પર આવી જાય છે. સૌથી પહેલા નીલ અવનીને રીંગ પહેરાવે છે અને પછી અવની નીલ ને રીંગ પહેરાવે છે. આસપાસ ઉભેલા બંનેના પરીવાર અને નીચે ઉભેલા બધા વ્યક્તિઓ તાલીઓના ગડગડાટથી નીલ અને અવનીને વધાવી લે છે. એક પછી એક બધા આશીર્વાદ આપવા માટે સ્ટેજ પર આવે છે. વચ્ચે વચ્ચે નીલ અને અવની એકબીજા સાથે વાતો કરતા જાય છે પણ બોવ લાંબી વાત થતી નથી.થોડીવાર બાદ બધા જમવા માટે જાય છે. નીલ અને અવનીનું ટેબલ અલગ હોય છે જેમાં નીલ,અવની,સિયા અને દિવ્ય બેસવાના હોય છે. ચારેય લોકો જમવા બેસે છે.

નીલ : ભાઈ દિવ્ય હવે તો કહે આ બધું કેમ થયું ? આ બધું પ્લાનીગ ક્યારે થયું ? કોને કર્યું આ બધું વગેરે વગેરે.

દિવ્ય : હા ભાઈ. શાંતિ રાખો તમને બધી જ ખબર પડી જશે. હું સવારનો દોડ ધામમાં છું તો બોવ જ ભૂખ લાગી છે. પહેલા આપણે જમી લઈએ અને પછી વાત કરીએ પ્લીઝ.

થોડીવારમાં બધા જમી લે છે. એક બાદ એક મહેમાન જવા લાગે છે. આખરે ફક્ત નીલ અને અવનીના પરીવારવાળા વધે છે. નીલ હવે ઉત્સુકતા વધે છે જેથી નીલ બધાની સામે આવી ઉભો રહી જાય છે.

નીલ : યાર હવે કોઈક તો બોલો ! આ બધું કઈ રીતે થયું અને કોને કર્યું ?

સિયા : ઓ મારા ભાઈ. આ બાજુ જો. આ બધું તારા આંટી એ કર્યું છે.

નીલ : આંટી તમે ? પણ તમે કેમ ..! આ ...! આ બધું ..!

સિયાના મમ્મી : અરે મારા લાડલા. તું છે ને તારી બહેન ને જ પૂછી લે કે આ બધું કેમ થયું.

નીલ : યાર પ્લીઝ સિયા જે હોઈ તે હવે વિસ્તાર થી કે જે.

સિયા : હા ભઈ હા. હવે સાંભળ. તું ખબર છે મારા ઘરે આવ્યો હતો થોડા દિવસ પહેલા અને ત્યારે આપણે તારી વાતો કરતા હતા ?

નીલ : હા યાદ છે ને !

સિયા : હા તો જયારે આપણે વાતો કરતા હતા ને ત્યારે મમ્મી પાણી પીવા માટે બહાર આવ્યા હતા. ત્યારે એ આપણી વાતો સાંભળી ગયેલા.

નીલ : હા પણ ત્યારે ક્યાં આપણે એટલી બધી વાતો કરેલી.

સિયા : હા ભાઈ પણ એમાં એવું છે ને કે જયારે હું અને દિવ્ય ફોન પર વાત કરતા ત્યારે બે થી ત્રણ વાર મમ્મી વાતો સાંભળી ગયેલા.

નીલ : ઓહ હો પછી ?

સિયા : પછી શું ! એક દિવસ મને ખબર ન પડે એમ મારા ફોનમાંથી મમ્મી એ અવની અને દીવ્યનો નંબર લઇ લીધો અને એ બંને સાથે બધી જ વાતો કરી.

નીલ : ઓહ બાપ રે.

દિવ્ય : હા પછી મેં સિયાને કોલ કર્યો કે તારા મમ્મીનો મારી ઉપર આ રીતે ફોન આવ્યો હતો. તેથી સિયા એ બધી વાત એના મમ્મી સાથે કરી. એ બધી વાત કરતા જ આંટી ( સિયાના મમ્મી )ને ખબર પડી ગઈ કે તમે કેટલા વર્ષોથી સાથે છો, તમારી વચ્ચે શું શું બન્યું, કેટલા ઝઘડાઓ થયા આ બધું ખબર પડતા આંટીને એમ થયું કે કઈક કરવું પડશે આ નીલ અને અવનીનુ.

નીલ : પછી ?

દિવ્ય : પછી શું ! હું, સિયા અને આંટી બહાર મળ્યા અને બધી વાતો કરી. અમારી વાતો થી આંટી સહેમત થયા અને તમારી સગાઇ થાય એમાં અમારો સાથ આપ્યો.

નીલ : વાહ વાહ. આંટી કહેવું પડે હો બાકી તમારું.

સિયાના મમ્મી : અરે બેટા તારા માટે તો કઈ પણ.

નીલ : તો પછી દિવ્ય તારા મમ્મી પાપા ને આઈ મીન આપણા મમ્મી પાપા ને કઈ રીતે ખબર પડી ?

સિયા : હા તો આ બધું ફિક્સ થતા મારા મમ્મી એ પપ્પા ને વાત કરી અને પપ્પા પણ માની ગયા. આ બાજુ દિવ્યએ એના મમ્મી પપ્પાને વાત કરી કે કાલે મારે થોડું તમારા બંનેનું કામ છે તો ઘરે રહેજો. જેથી દિવ્યના મમ્મી પપ્પા માની ગયા અને બીજા દિવસે મારા મમ્મી અને પપ્પા દીવ્યના ઘરે ગયા.

નીલ : તો પછી અવનીને કેમ ખબર ન પડી કે આ બધું અમારા માટે થાય છે ?

દિવ્ય : એ એટલા માટે કે, મેં અવનીને એમ કહ્યું કે સિયા એ એના ઘરે વાત કરી દીધી છે તેથી કાલે એના મમ્મી પપ્પા અહી આવવાના છે અમારા બંનેની વાત આગળ વધારવા માટે. આ સાંભળી અવની ગુસ્સે થઇ અને બીજા દિવસે એ બહાર જતી રહી.

નીલ : હા એટલે જ મને અવનીનો કોલ આવ્યો હતો કે સિયાના મમ્મી પપ્પા મારી ઘરે આવ્યા છે.

સિયા : એકઝેટલી ભાઈ.

નીલ : ખરેખર હો. તમે બંને પણ અઘરા છો હો.

એક મિનીટ, હા હવે મને યાદ આવ્યું કે બે દિવસ પહેલા મારા મમ્મી પપ્પા શા માટે તારા ઘરે આવ્યા હતા ! એ મારી અને અવનીની વાત કરવા માટે આવ્યા હતા એમને ?

સિયા : હા ભાઈ હા.

નીલ : વાહ. કહેવું પડે હો બાકી. હું અહી એમ સમજતો હતો કે તારી સગાઈની તૈયારીઓ કરવા માટે મારા મમ્મી અને પપ્પા તારી ઘરે આવ્યા હતા પણ અહી તો કઈક અલગ જ ખીચડી પાકતી હતી.

સિયા : હા ભાઈ.

નીલ : તો પછી અવની કઈ રીતે માની ?

અવની : કેમ કે જયારે તારા મમ્મી અને પપ્પા... અરે,,રે .. સોરી .... એટલે આપણા મમ્મી પપ્પા સીયાના ઘરે ગયા ત્યારે હું, મમ્મી અને પપ્પા પણ સિયાના ઘરે ગયા હતા.

નીલ : એટલે કે તારા મમ્મી પપ્પા, મારા મમ્મી પપ્પા અને સિયાના મમ્મી પપ્પા આ બધા બે દિવસ પહેલા સિયાના ઘરે હતા ?

સિયા : હા ભયલુ હા.

નીલ : ઓહ બાપ રે. તમે બધાય જબરા છો હો. માનવા પડે હો બોસ. પણ એક વાત હજી મને નથી સમજાતી કે અવની માની કઈ રીતે ?

દિવ્ય : જયારે મારા ઘરે સિયાના મમ્મી અને પપ્પા આવ્યા ત્યારે બધી જ વાત થઇ ગયેલી. વાંક કોનો હતો, કોને સંબંધ બગડયા અને શું શું થયું આ બધી વાત મારા મમ્મી ને ખબર પડી. સિયાના મમ્મી એ તમારી વિશે બધું કહી દીધુ કે શું નોકરી કરો છો,ક્યાં રહો છો, ફેમેલી કેવું છે, સ્વભાવ કેવો છે વગેરે વગેરે. બાકી હતું એ મેં કહી આપ્યું. જેથી મમ્મીને તમારી અને અવનીની વાત ગળા નીચે ઉતરી અને એમને હા પાડી.

નીલ : પણ ભાઈ અવની કઈ રીતે માની ?

દિવ્ય : યાર તમે પણ અઘરા છો હો ! સીધી અવની કેમ માની એ પૂછવું છે પણ મારા મમ્મી પપ્પા કઈ રીતે માન્યા એ નહિ.

નીલ : અરે સોરી સોરી. આગળ બોલ.

સિયા : હા તો જે દિવસે બધા મારા ઘરે ભેગા થયા ત્યારે અવની પણ આવી હતી. ત્યારે આપણા બધાના મમ્મી એ અવનીને સમજાવી હતી. જીવનમાં શું કરવું પડે, કેમ આગળ વધાય, સંબંધમાં શું શું તકલીફો પડે વગેરે જેવી બાબતો અવનીને કહી. અવનીને સમજાવવામાં ત્રણ કલાક થઇ હતી મારા ભાઈ ત્યારે અત્યારે એ તારી બાજુમાં ઉભી છે.

નીલ : ઓહ હો. બંને મમ્મીઓ અને આંટી ખુબ ખુબ આભાર. તમારા બધા માટે જેટલા શબ્દો કહું એટલા ઓછા છે.

નીલના મમ્મી : બસ બસ હવે મારા દીકરા.

નીલ : હા પણ સિયા. અવની તો ગુસ્સે હતી ને તારા અને દિવ્યના રીલેશનને લઈને ? તો પછી એ તારા ઘરે કઈ રીતે આવી ?

દિવ્ય : હા ભાઈ તો એમાં એવું છે કે જયારે સિયાના મમ્મી પપ્પા મારા ઘરેથી ગયા પછી સિયાના મમ્મીનો બે કલાક પછી ફોન આવ્યો કે તમારા મમ્મી પપ્પા (નીલના )ને કાલે બોલાવ્યા છે તો તમે પણ આવજો. તેથી અમારું આવવાનું નક્કી થયું. મને ખબર હતી કે અવની પ્રેમથી તો નહિ જ માને એટલે જયારે સાંજે અવની ઘેર આવી ત્યારે મેં અવનીને એમ કહ્યું કે “ અવની તું સાચું જ કહેતી હતી, સિયા જેવી છોકરી સાથે સંબંધ ન રાખવા જોઈએ. કાલે મમ્મી પપ્પા અને હું એના ઘરે ના પાડવા માટે જવાના છીએ તો તું આવીશ તો મને ટેકો રહેશે અને સાથે તું બોલીશ તો પણ એ લોકો ને વિશ્વાસ આવશે “ આમ કહેવાથી અવની અંદર ને અંદર ખુશ થઇ અને આવવા માટે રાજી થઇ ગઈ. પછી તો ભાઈ તમને ખબર જ છે કે શું શું થયું !

નીલ : ઓહ બાપ રે ... તમે બધા ખરેખર જબરજસ્ત છો હો. એટલું એટલું થયું છતાં મને કઈ ખબર જ ન પડી.

સિયા : હા અને બીજું એ કે બે દિવસ પહેલા અમે લોકો જયારે બેઠા હતા ત્યારે અવની પણ સગાઈ માટે રાજી થઇ ગઈ અને બધા ખુશ થઇ ગયા. તેથી મને આવું લાગ્યું કે સગાઇની વાત થાય છે તો મોડું થોડું કરાય એટલે મેં આપણા પેલા મનોજ કાકા છે ને પંડિત, એને બોલાવી લીધા અને સાંજે ને સાંજે સગાઇનું મુહરત અને તારીખ નક્કી કરી.

નીલ : ઓહ હો હો મારી લાડલી. કહેવું પડે હો બાકી.

દિવ્ય : હા. અમને તારીખ ખબર પડતા જ નક્કી કર્યું કે તમને સરપ્રાઈઝ આપવાની છે. અમે બધા એ કામ વહેંચી લીધું. બધા ફટાફટ પોતપોતાના કામમાં લાગી ગયા ને બે દિવસમાં બધું જ કામ કરી નાખ્યું અને આજે તમે જોઈ રહ્યા છો તેમ તમારી સગાઇ પણ થઇ ગઈ.

નીલ : વાહ યાર. ખરેખર હો. તમને બધાને આજે હું માની ગયો. તમારા બધાનો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. ( નીલના આંખમાં આંસુ આવી જાય છે ) તમે નહિ સમજી શકો કે તમે મને શું આપ્યું છે પણ જો મારા શબ્દોમાં કહું ને તો નવી જીંદગી, નવું જીવન આપ્યું છે મને. મારા માટે અવની શું છે એ તો હું શબ્દોમાં નાં કહી શકું પણ હા એટલું તો જરૂર થી કહી શકું કે “ અવની છે તો નીલ છે અને જો અવની નહિ તો આ દુનિયામાં નીલ પણ નહિ “

સિયા : ઓહ બસ બસ. હવે એટલો બધો પણ ફિલ્મી ના બન. અમને બધાને ખબર છે કે તમારે બંને એ કેટલી વાતો કરવી છે તો હવે તારા પ્રશ્નો અને ડાઉટ પુરા થઇ ગયા હોઈને તો જાવ અને વાતો કરો.

નીલ : પણ ?

બંને ના પરિવાર : જાવ જાવ.

સિયા : ભાઈ તારા અને ભાભી માટે સામે સ્વ્મીંગ પુલ પાસે ખાસ વાતો માટે ટેબલ સજાવીને જ રાખ્યું છે. અમને ખબર હતી કે બધું પતશે એટલે તમે વાતો તો કરશો જ.

નીલ : વાહ મારી બહેના વાહ. આઈ લવ યુ . અને ફરી એક વાર બધાને મોટું બધું થેંક્યું.

દિવ્ય : ભાઈ તમારે જવું છે કે !

* * *

મિત્રો પેલું કહેવાય ને કે જયારે કોઈ સાથ ન આપે ત્યારે આપણો પરિવાર આપણો સાથ આપે છે. મિત્રો આપણો પરિવાર જેવો હોય તેવો પણ એ હમેશા તમારા વિશે સારું જ વિચારશે. ઘણા લોકોને એવા જોયા છે જે એમ કહેતા હોય છે કે મારા પપ્પા સારા નથી, મને ખીજાય ખીજાય જ કરે, મારા મમ્મી વાત વાતમાં મને સંભળાવ્યા કરે વગેરે વગેરે. જો સાચું માનો ને તો આપણા માતા પિતા જે કઈ કહેતા હોય છે એ આપણા સારા માટે જ કહેતા હોય છે. એમને આપણી ફિકર હોય છે, ચિંતા હોય છે. એને મનમાં બસ એવું જ રહે છે કે મારા છોકરા/છોકરીને કઈ ન થાય, તો બસ તમારા પરિવારનું ધ્યાન રાખો. તમે છો તો એ છે અને એ છે એટલે તમે છો.