ફક્ત તું ..!
ધવલ લીંબાણી
૧૩
આખરે નીલ અવનીને ફોન કરે છે પણ અવની ફોન નથી ઉપાડતી પણ મનમાં એટલું તો રહે જ છે કે અવનીએ મને બ્લોક નથી રાખ્યો.નીલ અવની ને વોટ્સએપમાં મેસેજ કરે છે અને મેસેજની રાહ જોવે છે પણ અવનીનો ઘણા સમય સુધી એક પણ પ્રકારનો મેસેજ આવતો નથી. નીલ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.સાંજે નીલ પોતાનો મોબાઈલ હાથમાં લઈને અવનીના મેસેજ જોવે છે કે મેસેજ આવ્યા છે કે નહીં. મેસેજ ફોલ્ડર જોતા અવનીના બે મેસેજ આવેલા હોય છે પણ મેસેજમાં ખાલી બે હાથ જોડેલુ ઇમોજી હોય છે. આ જોઇને નીલ અવનીને મેસેજ કરે છે..
“ યાર અવની. શુ કહું તને ? એટલા દિવસ થયા પણ તારો એક પણ જાતનો ફોન પણ નહીં ને મેસેજ પણ નહી, અને આજે મેસેજ કર્યો તો બસ આવો સિમ્બોલ ? તને ખબર જ છે કે અવની હું તને કેટલો બધો પ્રેમ કરું છું છતાં પણ તું મારા સાથે આવો વ્યવહાર કરે છે? અવની તારે મારા સાથે ના રહેવું હોય તો ના કહી દે.તારી ખુશી માટે હું જતો રહીશ પણ પ્લીઝ મારા જોડે એક વાર વાત કર.
( એટલા માં અવની નો મેસેજ આવે છે )
અવની : નીલ તારે જે કરવુ હોય એ કર પણ પ્લીઝ મને ડિસ્ટર્બ ના કર.
નીલ : અરે પણ મેં ક્યાં તને ડિસ્ટર્બ કરી.??
અવની : વાહ સરસ હો, તું ભૂલી પણ ગયો વાહતું બોવ જ ચાલાક છે હો..
નીલ : અરે પણ મેં શુ કર્યું ?
અવની : ઓહ .તને ખબર જ નથી એમને ??
નીલ : ના.
અવની - તારે ક્રિષ્નાબહેનને કહેવાની શુ જરૂર હતી ? આપણી વચ્ચે શા માટે લાવે છે એમને ? એ છે કોણ આપણી વચ્ચે આવવા વાળી ?
નીલ - ( થોડા મોટા અવાઝથી ) ઓહ હેલો. વોટ ડુ યુ મીન ! એ કોણ છે એટલે ?એ મારી બહેન છે. એના વિશે કઈ બોલતી નહિ અને હા આપણી વાતોમાં એમને શા માટે વચ્ચે લાવે છે ? મેં ક્યારેય તારા ફેમિલી પર કશું બોલ્યું છે ?
અવની - એ મને નથી ખબર.
નીલ - જો અવની મારે ખોટો ઝગડો નથી જોઈ તો. તારા મન માં જે કઈ હોય એ બોલી દે. મનમાં જેટલો ગુસ્સો ભર્યો હોય એ બહાર ઠાલવી દે અને જે હોય એ પૂરું કર.
અવની - જો સાંભળ નીલ તારે જેમ કરવુ હોય એમ કર.મને કઈ પણ ખબર નથી. તું મને પ્રેમ કર કે નહીં મને કઈ ફરક નથી પડતો.
નીલ - તું મને કહીશ કે તારા મન માં શુ ચાલી રહ્યું છે ??
અવની - નીલ હું છે ને તારા જેવા છોકરા જોડે રહીને કંટાળી ગઈ છુ. તારા જેવો કરેક્ટરલેસ છોકરો મેં ક્યાંય નથી જોયો.
નીલ - કેમ કરેક્ટર લેસ ? હવે મેં શુ કર્યું ???
અવની - કેમ તારી કોઈ પહેલા ગર્લફ્રેન્ડ નહોતી ? એના સાથે તું ના હતો ?
નીલ - જો અવની એ વાત આપણી વચ્ચે ઘણી બધી વાર થઈ ગઈ છે અને બીજું એ કે એ હવે નથી. તું અત્યારનું જોને કે હું તને કેટલો પ્રેમ કરું છું એ.
અને હા બીજી વાત એ કે તને મારી ગર્લફ્રેન્ડ થી પ્રોબ્લેમ નથી પણ તારે મારાથી કઈ રીતે પીછો છોડાવવો એ રસ્તો તું શોધે છે. બાકી અત્યાર સુધી એ ક્યારેય વચ્ચે નથી આવી અને ના ક્યારેય આવશે.
અવની - એ જે હોઈ તે પણ .........( બોલતા બોલતા ચૂપ થઈ જાય છે )
બંને નો ઝઘડો મોડી રાત સુધી ચાલે છે અને અવની નીલ પર એક પછી એક આક્ષેપ લગાડવાનું શરુ કરે છે. પહેલાની થયેલી વાતો અને ઝઘડાઓ વિશે પણ અવની નીલ ને ઘણું સંભળાવે છે. એક બાજુ નીલ શાંત થઈ ને સાંભળે છે અને સાથે અવની ને પણ શાંત કરવાની કોશિશ કરે પણ અવની શાંત પડતી નથી. નીલ ને હવે ધીરે ધીરે ગુસ્સો આવવા લાગે છે અને અવની ને મોટા અવાઝ થી કહે છે
" તારે મારી સાથે જો રહેવું જ ન હોય અને મારાથી તને પ્રોબ્લેમ હોય તો મારી સાથે બ્રેક અપ કરી નાખ એટલે તને શાંતિ...
અવની : હા બસ એ જ બાકી હતું અને તારે આવું જ જોઈતું હતું કે ક્યારે હું તારી સાથે ઝઘડો કરું અને તને એક બહાનુ મળી જાય મને મુકવાનુ. વાહ નીલ વાહ ખરેખર તું બોવ જ હોશિયાર છે હો.
નીલ : અવની પ્લીઝ મહેરબાની કરીને ખોટા આક્ષેપ ના લગાડ. તને કેટલો પ્રેમ કરું છું એ મારે સાબિત કરવાની જરૂર નથી અને આમ પણ તને સાબિત કરવો પણ નથી..જે માણસ એટલો એટલો પ્રેમ કરે છતાં એમને ના સમજી શકે તો એના પ્રેમને શું સમજી શકવાના !
અવની - તને તો બોવ કદર. સારું તારે બ્રેકઅપ કરવું છે ને ! જા તું છૂટો બસ. તું પણ શું મને યાદ રાખીશ.
નીલ – ઓ હેલો.મારા પર તું કઈ ઉપકાર નથી કરતી હો.જ્યાં સુધી હું તારા જોડે પ્રેમ થી વાત કરું છું ત્યાં સુધી જ.બાકી તને મારા ગુસ્સા ની ખબર છે !!!
અવની – તો શું થયું. ખબર છે તો ! જે કરવું હોય એ કર પણ મને મુક . આમ પણ તારા જેવા છોકરા સાથે હું રહેવા નથી માંગતી. મને હવે ક્યારેય મેસેજ ના કરતો..મારો નંબર ડીલીટ કરી નાખ.તારો ચેહરો ભી ક્યારેય ના બતાવતો મને અને વાત રહી પ્રેમ ની તો એ પૂરો ...
નીલ - હા તો ગયો. આમ પણ તને પ્રેમ કરવો પણ નથી. તને પ્રેમની કદર જ નથી.નહીં કરું ફોન કે નહી કરું મેસેજ બાય.
રાત ના બે વાગ્યે બંનેનો ઝઘડો પૂરો થાય છે. નીલ અવનીનો ગુસ્સો પોતાના પર ઉતારે છે અને રડવા લાગે છે. અવની એ આપેલી બધી જ વસ્તુઓ તોડી અને ફોડી નાખે છે. થોડી વાર પછી નીલ શાંત થાય છે. પોતાની ભૂલ છે એમ માની અવની ને મેસેજ કરે છે.
“ અવની આ શું થાય છે એ ખબર નથી પણ તને ખબર છે કે મારો પ્રેમ તારા પ્રત્યે કેવો છે એ ???
મારી વહાલી અવની તારા માટે હું ભલે ચાંદ તારા ના તોડી શકુ પણ તારા બધા જ સપના પુરા કરવાની હિંમત છે. હુ તને એમ તો ના કહી શકું કે હું તને હંમેશા ખુશ રાખીશ પણ એટલુ તો મારા માં છે કે ક્યારેય તને રડવા નહીં દવ.એમ તો ના કહી શકુ કે હુ હમેશા તારી સાથે રહીશ પણ એટલું તો તને થશે જ કે નીલ અને નીલનો પ્રેમ મારી સાથે જ છે. કઈ નહીં તને હવે આવું સાંભળવુ નહીં ગમે પણ જે હકીકત છે એનાથી તું અજાણ છે. તને હું એટલી તો ઓળખુ જ છું કે તું શુ સાચું બોલે છે અને શુ ખોટુ. તારા જોડે પ્રેમ કર્યા પછી ખાલી તારા આંખ ના હાવ ભાવ થી હું બધુ સમજી જાવ છુ. તારા એક એક શબ્દ ના ભાવ હું સારી રીતે સમજુ છુ કે તું મને શુ કહેવા માંગે છે એ અને શુ તારે કરવુ છે !
નીલ એટલો મેસેજ કરે જ છે અને બીજો મેસેજ લખવા જાય છે ત્યાં જ અવનીનો મેસેજ આવે છે.
અવની - નીલ તું બોવ જ ખરાબ છોકરો છે, તારામાં એક પણ પ્રકારની તમિજ નથી. તને એટલું એટલું કહ્યા છતાં પણ તું બે શરમની જેમ હજી મને મેસેજ કરે છે, સાવ નાક વગરનો છે તું નીલ સાવ નાક વગર નો.તારા માં સહેજ પણ બુદ્ધિ નથી અને વાત રહી સમજ ની તો એ તો જરાય નથી. હવે થોડીક શરમ બાકી હોય તો એ રાખ અને મને મૂકી દે. મારે નથી રહેવું તારા સાથે બાય. પ્લીઝ તને હાથ જોડુ છુ. મને મેસેજ ના કરતો બાકી સારું નહીં રે તારા માટે અને વાત રહી પ્રેમ ની તો Love is My Foot.
આ મેસેજ વાંચ્યા પછી નીલ ને જે આખરી ઉમ્મીદ હતી કે અવની મને સમજશે અને માની જશે, બંને પેલા ની જેમ સાથે ભેગા થઈ જશે ને આગળ વધશે એ બધી વાતનો ધુમાડો નીલના દિલ માંથી બહાર નીકળી જાય છે. આખરે નીલ અવની ને છેલ્લો મેસેજ કરી ને કહે છે કે,
" હા અવની હુ નાક વગરનો છુ કારણ કે તારા જેવી છોકરી સાથે મેં પ્રેમ કર્યો. પ્રેમ તો તાર માં હતો જ નહીં મારા પ્રત્યે. પણ હુ ગાંડો સપના જોતો રહ્યો કે તું મને પ્રેમ કરે છે. હા અવની હુ બેશરમ છુ કે તને મેં ગાંડા ની જેમ પ્રેમ કર્યો છે,
ગાંડા ની જેમ તારું ધ્યાન રાખ્યું.
ગાંડા ની જેમ દરેક વખતે તારી સાથે ઉભો રહ્યો છુ,
ગાંડા ની જેમ તારી માટે અવાર નવાર બીજા ને ખોટું બોલીને તને મળવા આવ્યો છુ..
અને હા ખાસ તો ગાંડા ની જેમ તને યાદ કરી છે અને તને દિલ થી અને આત્મા થી ચાહી છે..
વાત રહી મારી સમજની તો એના વિશે તને કહી કહેવાની જરૂર નથી. તારા પ્રત્યે નું માન એ મારી સમજ હતી.તને આગળ વધારવી એ મારી સમજ હતી.દરેક વાત માં તારી સાથે રહેવુ એ મારી સમજ હતી અને તારા શરીરથી નહીં પણ દિલ થી પ્રેમ કરવો એ મારી સમજ હતી.
સોરી ટુ સેય પણ તું મારા પ્રેમ ને લાયક જ નથી..જ્યારે તને કોઈ તારા જેવું જ મળશે ને ત્યારે તને આ નીલ ની યાદ આવશે અને મારી કદર થશે.
* * *
મિત્રો ઘણી વાર બે પ્રેમીઓના સંબંધ તૂટવાનુ મૂળ કારણ કોઈ ત્રીજુ વ્યક્તિ હોય છે કા તો પછી અસમજાણ.તમે એક વ્યક્તિને છેલ્લા ઘણા સમય થી પ્રેમ કરતા હોવ અને તમારી બધી જ વાત એમને ગમતી હોય પણ જો એ જ વાત એને પછી ના ગમે અથવા તો ગુસ્સો આવે તો સમજવું કે તિરાડ પડવાની શરુ થઈ ગઈ છે.આજકાલ નો પ્રેમ ટાઈમ પાસ થઈ ગયો છે. એક મળે એટલે બીજો/ બીજી , બીજો મળે એટલે ત્રીજો / ત્રીજી.આજનો પ્રેમ આત્મા સાથે નહીં પણ શરીર સાથે થાય છે.પ્રેમના ખોટા નામ થી કેટલાય શરીરના સૌદાઓ થાય છે. પ્રેમ એ ખાલી હવસ નહીં પણ એક વિશ્વાસ, સાથ અને બે આત્માઓનું મિલન છે.મિત્રો ઘણી યાદો એવી હોય છે જેમાં હોઠ તો હસે છે પણ આંખ રડી પડે છે..